સોમવારના રોજ રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવજી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર નું ઈસ્ટ ઝોન નું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં ગુજરાતમાં 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. લોકોની સમસ્યાનું નિરાકરણ માટે લોકો વચ્ચે રહેવા અને રોડ પર ઉતરી લોકોના પ્રશ્નો.
એ સતત લડવા માટે પણ પાર્ટીના દરેક કાર્યકર્તા નું આહવાન કર્યો હતો.દિલ્હીમાં શિક્ષણ,આરોગ્ય ભ્રષ્ટાચારમુક્ત શાસન વ્યવસ્થા, વીજળી પાણી, મહિલાઓની સુરક્ષા અને ફ્રી મુસાફરી વગેરે ઉદાહરણ રૂપ ઓ કામ દ્વારા આમ આદમી પાર્ટીએ દિલ્હી મોડેલ ને દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત કર્યું.
એ જ કામ થકી ગુજરાતના લોકોના દિલમાં પણ સક્ષમ રાજકીય વિકલ્પ તરીકે સ્થાન બનાવી રહી છે ત્યારે તેના પરિણામ લક્ષી બનાવવા માટે તમામ કાર્યકર્તાઓ એ રાત દિવસ મહેનત કરવાનો સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જીતેલા ઉમેદવારો નું સન્માન કરવામાં આવ્યું હતું અને લગભગ 250 થી પણ વધારે જુદાજુદા ક્ષેત્રના આગેવાનો અને.
રાજકીય અગ્રણીઓ ને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આ કામ દરમ્યાન ધૈર્યરાજ સિંહ ની મેડીકલ સહાય માટે સભામાં હાજર રહેલા લોકોએ યથાશક્તિ પ્રમાણે ડોનેશન આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment