ત્રણ યુવકોએ ધોળાદિવસે બેન્કમાંથી 25 લાખ રૂપિયા રોકડા અને 75 લાખ રૂપિયાના ઘરેણાની કરી લૂંટ – જુઓ લૂંટનો CCTV ફૂટેજ

74

આજકાલ લૂંટ અને ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લુટેરાઓ કે ચોરો દ્વારા ધોળા દિવસે જ ભર બજારમાં લોકોની કિંમતી વસ્તુઓ ની ચોરી કરવામાં આવે છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ધોળા દિવસે બેંક લૂંટની એક ઘટના સામે આવી છે.

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આવેલી બુલઢાણા અર્બન બેન્કમાં ધોળા દિવસે ત્રણ અજાણ્યા યુવકો દ્વારા લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ત્રણ યુવકો દ્વારા ધોળા દિવસે બેંકની લૂંટ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના બેન્ક ની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ત્રણેય યુવકોએ બંદૂક બતાવીને બેન્કમાંથી રોકડા રૂપિયા અને ઘરેણાંની લૂંટ કરી હતી.

ત્રણ યુવકો દ્વારા બેન્કમાંથી 75 લાખ રૂપિયા ના ઘરેણા અને 25 લાખ રૂપિયા રોકડાની લૂંટ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને ત્રણેય યુવકોની શોધખોળ શરૂ કરે છે.

મળતી માહિતી અનુસાર જ્યારે બેંકમાં લંચ હતો ત્યારે આ ઘટના બની છે તેવી માહિતી સામે આવી છે. ત્રણ અજાણ્યા યુવકો બેંકમાં બંદૂક સાથે પ્રવેશે છે અને બંદૂક બતાવીને બેન્કમાંથી લૂંટ કરે છે. યુવકે પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૃમાલ બાંધેલા છે.

આ ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. ધોળા દિવસે બેન્કમાંથી આ પ્રકારની લૂંટ થતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે લુટેરા હોય એમાંથી પોલીસનો ડર ચાલ્યો ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!