ભીમનાથ મહાદેવ મંદિર નજીક ડેમમાં ત્રણ યુવકો ડૂબ્યા, શોધખોળ કરતા…

Published on: 12:34 pm, Mon, 2 August 21

આજકાલ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે મોરબી ટકારાના લજાઈ નજીક ભીમનાથ મહાદેવ પાસે આજ અવિશ્વસનીય ઘટના બની છે ભીમનાથ મંદિર પાસે આવેલા ડેમ નાહવા પડેલા 3 યુવકોની ડૂબી જવાની ઘટના સામે આવી છે.

મારુતિ માહિતી મુજબ ત્રણેય યુવકો ડુબ્યા બાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં બે યુવકોના મૃતદેહ ગામના લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ હજુ પણ એક યુવાનની શોધખોળ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શરૂ છે. ત્યારે કલાકોની મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા વધુ એક યુવકનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું.

આ ત્રણેય યુવકોના મૃતદેહ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્રણેય યુવકોના મૃત્યુ ના કારણે પરિવારમાં શોખ છવાઈ ગયો છે.

મળતા અહેવાલ મુજબ ત્રણેય યુવકોના નામ સામે આવ્યા છે. જેમાં એક યુવકનું નામ દિપક હડિયાલ, જેની ઉંમર 19 વર્ષની હતી. આ ઉપરાંત બીજા યુવકનું નામ સ્વયં નંદા હતું. તે મોરબી ના રહેવાસી હતા. આ ઉપરાંત ત્રીજા યુવકનું નામ રાશિ દોશી હતું.

મળતી માહિતી મુજબ તેની ઉંમર 17 વર્ષની હતી. ત્રણેય યુવકો મોરબી શહેરના રહેવાસી હતા. આ ઘટના રવિવારના રોજ મંદિર નજીકના ડેમમાં ન્હાવા પડયા બાદ બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!