ડીજે પર નાચી રહેલા ત્રણ યુવકને ટ્રકે મારી ટક્કર, પછી થયું એવું કે, જુઓ વિડિયો.

277

આજકાલ અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને ઘણી વખત તો નિર્દોષ વ્યક્તિ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે એ વ્યક્તિના બેદરકારીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે તેવી ઘટના રાજસ્થાનમાં બની છે આ ઘટના મંગળવારની છે.

મંગળવારે મોડી રાત્રે ભીલવાડા ના જહાજપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના ખજુરીયા ગામની આ ઘટના છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક અનિયંત્રિત ટ્રકે ત્રણ લોકો ને ટક્કર મારી હતી.

વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણે યુવક એક કાર્યક્રમમાં રસ્તા પર ડીજેના સોંગ પર નાચી રહ્યા હતા. આ સમગ્ર ઘટનામાં 17 વર્ષના એક યુવકનું મૃત્યુ થયું છે.

આ સમગ્ર ઘટના બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજા પહોંચેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના રાત્રે 12:30 બની છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ટ્રકે પહેલા ખજૂર રોડ પર આવેલા પ્રેમચંદ ગોધાના ઘરની સામે ટીન શેડ ને ટક્કર મારી હતી. ત્યારબાદ રોડ પર નાચી રહેલા ત્રણ યુવકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.

અને બીજા બંને યુવકને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા યુવકના પિતાએ ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે અને પોલીસ દ્વારા ટ્રકને કબજે કરીને આગળની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!