એક જ પરિવારની 3 મહિલાઓ એક સાથે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકો કર્યો…

68

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓએ એક સાથે પોતાનો જીવ ટૂંકો કર્યો છે. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર મુળ જામનગર અને છેલ્લા એક અઠવાડિયાથી ભાણવડ રહેવા ગયેલા મુસલમાન પરિવારની માતા-પુત્રી અને સાસુએ અગમ્ય કારણોસર પોતાનો જીવ ટૂંકો કર્યો છે.

આ ઘટનાની જાણ થતા ભાણવડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૂળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉંમર 18 વર્ષ), માતા નૂરજહાબાનું નૂરમામદ શેખ (ઉંમર 42 વર્ષ), અને સાસુ નમબાનુ સરવણિયા (ઉંમર 63 વર્ષ)એ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા માતા પુત્રી અને સાસુના મૃતદેહને તાત્કાલિક પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

અને પોલીસે જીવ ટૂંકો શા માટે કર્યો તેનું મૂળ કારણ શોધવા માટેની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને પરિવારમાં એક શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!