આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે આઠ બહેનોના એકના એક ભાઈ લગ્નના ત્રણ મહિના બાદ ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને તેની પત્ની બેભાન થઈ ગઈ હતી. તેની પત્નીના મનમાં એક જ સવાલ હતો કે પતિએ આવું પગલું શા માટે ભર્યું હોય છે. યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેરી હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
મળતી માહિતી અનુસાર ચોકાવનારી ઘટના પાલીમાં બની હતી અહીં માધવપુર ગામના 22 વર્ષીય સકારામ નામના યુવકે ગુરૂવારના રોજ મોડી સાંજે પોતાના રૂમમાં ઝેરી દવા ખાઈને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.
ત્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું અને શુક્રવારના રોજ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ ઘરમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો સકારામ આઠ બહેનોનો એકનો એક ભાઇ હતો. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સાંજે સકારામની બહેન ધાબા પર ગઈ સકારામનો રૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જ્યારે બહેન રૂમની અંદર ગઈ ત્યારે અંદર સકારામ બેભાન હાલતમાં પડયો હતો.
અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. ત્યારબાદ બહેને આ ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા સકારામના લગ્ન ત્રણ મહિના પહેલા થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment