વિદેશમાં રહેતા ભારતીયોના મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ભારતીયો પર પ્રહાર કરીને તેમનો જીવ લઈ લેવામાં આવતો હોય છે અથવા તો શંકાસ્પદ હાલતમાં ભારતીયનું મૃતદેહ મળી આવતું હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના અમેરિકાના મેરીલેન્ડમાંથી સામે આવી રહી છે.
આ ઘટનામાં એક ભારતીય પતિ-પત્ની અને તેમના છ વર્ષના બાળકનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે. આ સુસાઇડની ઘટના છે કે જીવ લેવાની ઘટના તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જાણવા મળી રહ્યું છે કે, ગત શુક્રવાર એટલે કે 18 ઓગસ્ટના દિવસે અમેરિકાના મેરીલેન્ડમાં એક ભારતીય દંપતી અને તેમના છ વર્ષના બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, ત્રણેય મૃતકો કર્ણાટકના રહેવાસી છે. મૃતકોની ઓળખ યોગેશ એચ નાગરાજપ્પા(37 વર્ષીય), તેમની પત્ની પ્રભુતા વાય અમરનાથ (37 વર્ષીય) અને દીકરો યશ(6 વર્ષીય) તરીકે થાય છે. પોલીસનું એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પતિ, પત્ની અને પુત્ર છે.
આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું છે કે, પરિવારના ત્રણેય સભ્યોનું ગોળી વાગવાના કારણે મોત થયું છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પ્રાથમિક તપાસ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાગરાજપ્પાએ સૌપ્રથમ પોતાની પત્ની અને દીકરાનો જીવ લઈ લીધો હશે અને પછી પોતે સુસાઇડ કર્યું હશે.
કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના બની તેના બે ત્રણ દિવસ પહેલા પરિવારના સભ્યો છેલ્લી વખત જોવા મળ્યા હતા. પછી 18 ઓગસ્ટના રોજ પરિવારના ત્રણેય સભ્યોનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment