હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દાદાના અંતિમ સંસ્કાર કરવા ગયેલા ત્રણ પિતરાઈ ભાઈઓ ગંગા નદીમાં ડૂબી ગયા છે. મઢના જયસિંહપુર નિવાસી નિવૃત્ત શિક્ષક શિવસાગર સિંહનું શનિવારના રોજ અવસાન થયું હતું. રવિવારના રોજ તેમનું પરિવાર અંતિમ સંસ્કાર કરવા માટે ગાઝીપુર ગંગાઘાટે ગયું હતું.
અંતિમ સંસ્કાર કરી આબાદ પરિવારના લોકો ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન દાદા ના અંતિમ સંસ્કારમાં સામેલ ત્રણ પિતરાઈ ભાઈઓ ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા, આ દરમિયાન ત્રણેય પાણીમાં તણાઈ ગયા હતા.
આ ઘટના બનતા જ ઘટના સ્થળે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી ગંગા નદીમાં ત્રણેય ભાઈઓની શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટના બની ત્યારે હોડીવાળાઓએ હોડી લઈને ગંગા નદીમાં ત્રણેય ભાઈઓની શોધખોળ કરી હતી.
પરંતુ તેમને કાંઈ હાથ લાગ્યું નહીં. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ હજુ સુધી ત્રણેય ભાઈઓનો કોઈ પણ પત્તો લાગ્યો નથી.
ગંગા નદીમાં ડૂબી ગયેલા યુવકો પિતરાઈ ભાઈઓ હતા. આ ઘટનામાં 20 વર્ષીય વિશાલ, 18 વર્ષીય આકાશ અને 22 વર્ષીય નીતિન નામના ત્રણ પિતરાઈ ભાઈઓ ગંગા નદીમાં ડૂબી ગયા હતા. ત્રણેય ભાઈઓ નહાતી વખતે ઊંડા પાણી તરફ ચાલ્યા ગયા હતા. પરિવારના લોકો વધુ આગળ જવાની ના પાડે તે પહેલા તો ત્રણેય પાણીમાં ડૂબી ગયા હતા.
ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે, સૌપ્રથમ ગંગા નદીમાં એક ભાઈ ડૂબી રહ્યો હતો. તેને બચાવવા માટે અન્ય બે ભાઈઓ નદીમાં કુદી પડે છે. પરંતુ પાણીના જોરદાર પ્રવાહને કારણે ત્રણેય પાણીમાં ડૂબા લાગે છે. આ દ્રશ્યો જોઈને પરિવારના લોકોની ચીસો નીકળી ગઈ હતી. આજ સવારે પણ તેમની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી હજુ સુધી તેમનો પતો લાગ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment