આજ રોજ સવારે બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુવાના પાણીમાં ડૂબી જવાના કારણે એક 15 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. માહિતી અનુસાર ત્રણ બાળકો કૂવામાં પડી ગયા હતા. જેમાંથી બે બાળકોને ગામના લોકોએ બચાવી લીધા. પરંતુ એક બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી, તેથી તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બનતા ગામમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર ત્રણ બાળકો આજરોજ સવારે પૂજા માટે ફૂલ તોડવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રખડતા કૂતરાઓ તેમની પાછળ દોડી આવ્યા હતા. કુતરાઓના કારણે બાળકો ભાગતા ભાગતા અકસ્માતે કુવામાં પડી ગયા હતા. ત્રણ બાળકોમાંથી એક બાળકીનું કરુણ મૃત્યુ થયું છે અને બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી, પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ઘટના બની ત્યારે કેટલાક લોકોએ બાળકોને કૂવામાં પડતા જોયા હતા. આ દ્રશ્યો જોઈને તે લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને કૂવામાં ઉતરીને બાળકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ ત્રણેય બાળકોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ આ ઘટનામાં 15 વર્ષીય નીલમ નામની બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 12 વર્ષીય રીટા કુમારી નામની બાળકી અને 15 વર્ષીય રામપ્રીત કુમાર નામનો બાળક બચી ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. બાળકીનું મૃત્યુ થતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ત્રણેય બાળકો ભગવાન શિવની પૂજા કરવા માટે ફૂલ તોડવા ઘરેથી બહાર નીકળ્યા હતા.
આ દરમિયાન સોસાયટીમાં રખડતા કૂતરાઓનું ટોળું તેમની પાછળ દોડી હતું. બાળકો દોડતા દોડતા અચાનક જુના રોવાની અંદર પડી ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકોએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ત્રણેયની તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે નીલમને મૃત જાહેર કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment