કોરોના ના નિયમોની ઐસીતૈસી, મુસ્લિમ ધર્મગુરુ ના જનાજામાં ઉમટ્યા હજારો લોકો.

Published on: 8:55 am, Wed, 12 May 21

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં કાજી હજરત શેખ અબ્દુલ હમીદ મોહમ્મદ સાલીમુલ કાદરી નું નિધન થયું. ત્યારબાદ તેમના જનાજામાં 15 થી 20 હજાર લોકો ઉમટી પડ્યા હતા. દ્રશ્ય માં જોવા મળી રહ્યું છે કે કોરોના નિયમોની ઐસીતૈસી જોવા મળી રહી છે અને મોટાભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા.

દરેક લોકો જનાજાને ખંભો આપવામાં માંગતું હતું અને આ દરમિયાન પોલીસ પણ મુક દર્શક બની રહી. સોમવારે રાતે આ મામલે અજ્ઞાત લોકોની વિરુદ્ધ મહામારી અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

કાદરી સાહેબનો મુસલમાનોની સાથે-સાથે હિન્દુ લોકો પણ સન્માન કરતા હતા. તેમને અનેક મુદ્દાઓ પર સરકારનો સાથ આપ્યો હતો એ પછી નાગરિકતા સંશોધન કાયદા નો મુદ્દો હોય અથવા કોવિડ પ્રોટોકોલના પાલન ની વાત હોય.

તેમના નિધનના સમાચાર મળતા જ લોકો ભેગા થવા લાગ્યા હતા. ભારતમાં જ્યાં જ્યાં કોવિડ બેકાબૂ છે ત્યારે આ લોકો નિયમને નેવે મૂકીને ઉમટ્યા હતા. પોલીસ પણ લાચાર જોવા મળી અને લોકો જનાજા ને ખંભો આપવા માટે તલપાપડ જોવા મળ્યા.

વીડિયો વાયરલ થતાં પોલીસની ધૂળધાણી થવા લાગી. આનાથી બચવા માટે મહામારી અધિનિયમ ની કલમ 188,269 અને 270 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસ સદર કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

SSP બદાયુ સંકલ્પ શર્માએ SP પ્રવિણસિંહ ચૌહાણ ની સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે. પોલીસે લોકોને રોક્યા પણ ન હતા અને ન તો તેમને કે તેમના પરિવારને સમજાવ્યા પણ હતા જેના કારણે ભીડ એકઠી થઈ હતી.

સરકારર અંતિમ સંસ્કાર માટે માત્ર 20 લોકોના સામેલ થવાની પરવાનગી આપી છે જ્યારે આપ સૌ જાણો છો કે કેટલા લોકો અહીં એકઠા થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના નિયમોની ઐસીતૈસી, મુસ્લિમ ધર્મગુરુ ના જનાજામાં ઉમટ્યા હજારો લોકો."

Leave a comment

Your email address will not be published.


*