ગુજરાતમાં ઘણા એવા લોકો એવી કલાકારી કરી રહેલી છે જેના લીધે બુક ઓફ રેકોર્ડમાં આવી જાય છે, ત્યારે આજે આપણે એક એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક ભક્તોએ ચોખાના દાણા પર હનુમાનદાદા ની હનુમાન ચાલીસા લખી. આપણે જાણીએ છીએ કે દરેક લોકોને દેવી-દેવતા ઉપર શ્રદ્ધા હોય છે.
અને ઘણા ભક્તો તો દેવી દેવતાઓના મંદિરે જતા હોય છે. દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. તેને ઘણા એવા ભક્ત હોય છે કે જેઓ મંદિરમાં માનતા માંગે છે અને પૂરી થઈ જાય કે તરત પોતાની યથાશક્તિ મુજબ માનતા પૂર્ણ કરે છે. ત્યારે આજે કંઈક એવો જ ભક્ત સામે આવ્યો છે.
ને ચોખા ના દાણા પર હનુમાનદાદાની હનુમાન ચાલીસા લખી ત્યારે એ યુવક વિશે વાત કરીશ તો લગધીરસિંહ કે જે ઉમરાળા તાલુકાના અમલપર ગામનો રહેવાસી છે. તેણે લાલ પેનથી ચોખાના 314 દાણા પર આખી હનુમાન ચાલીસા લખી છે. ત્યારે તે જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેના ટેલેન્ટને લઈને તેને ખૂબ જ નામના મેળવી.
એ લગધીરસિંહે હનુમાન ચાલીસા લખવા માટે સતત અઢી દિવસ સુધી લેખન કર્યું હતું અને ત્યારબાદ તેને કોઈપણ પ્રકારના બિલોરી કાચનો ઉપયોગ કર્યા વગર એકદમ સાદી પેનથી સતત અઢી દિવસ સુધી લેખન કરીને ચોખાના દાણા પર આખી હનુમાન ચાલીસા લખી.
તેને સૌ કોઈ લોકો એ જોઈને ચોંકી ઉઠ્યા કારણ કે આવું ટેલેન્ટ ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે આ લગધીર સિંહે કરેલી આ કારીગરીથી તેણે ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. આ લગધીરસિંહ એ અભ્યાસમાં વર્ષ 2021 માં આર્ટ ટીચર ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું.
અને તેને વિચાર આવ્યો કે હાલમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઈ રહી છે.ગુજરાતમાં ઉમરાળા પાસે આવેલા અમરપલ ગામનો રહેવાસી યુવ લગધિરસિહ તેના ટેલેન્ટથી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામના મેળવી જે ખૂબ જ ગર્વની વાત કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment