ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, જે તેના સુંદર રંગ, સ્વરૂપ અને પીંછા માટે જાણીતું છે. તે વાસ્તવમાં તેટલો જ આક્રમક સ્વભાવનો છે, આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આકસ્મિત રીતે મોરની નજીક જવાનો કે તેના ઈંડા ચોરવાની કોશિશ કરે તો મોર તેની હાલત દયનીય કરી દે છે.
આ વાતને સાબિત કરવા માટે ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મોરના ઈંડા ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે જ સમયે મોર હવામાં ઉડતી વખતે માણસને લાત મારે છે, જેના કારણે માણસ લપસીને નીચે પડી જાય છે.
આ વાયરલ વીડીયો એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે રસ્તા ના કિનારે ઘાસના ઢગલામાં મોરનો માળો બનાવવામાં આવ્યો છે. મોર તેના ઈંડા પકવી રહ્યા છે, આ દરમિયાન એક વ્યક્તિ રસ્તાની બાજુએથી મોરના માળા તરફ જતી જોવા મળે છે.
આ માણસ મોરના ઈંડાને ભરપૂર માત્રામાં જોઈને આનંદથી બેચેન થઈ જાય છે અને એક પછી એક તેને પોતાના હાથમાં ઉપાડવા લાગે છે. પરંતુ આ દરમિયાન મોર ગુસ્સાથી આગળ વધે છે અને ઈંડા ચોરનાર વ્યક્તિને તેના પંજા વડે લાત મારે છે.
મોરના હુમલા ને કારણે તે વ્યક્તિનું સંતુલન બગડી જાય છે અને તે ઘાસના ઢગલા પરથી નીચે પટકાઈ છે. ત્યારબાદ ડરના કારણે તે ત્યાંથી ભાગી જાય છે, આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ રીતે પ્રાણીને હેરાન કરવું અમાનવીય છે.
View this post on Instagram
તો કેટલાક લોકો આ વીડિયોને એડિટિંગ ગણાવી રહ્યા છે, કારણકે તેઓ કહે છે કે મોર એક સાથે આટલા ઈંડા નથી મૂકતો અને ન તો કોઈ વ્યક્તિને તેની આટલી નજીક આવવા દે છે. આમ આ વીડિયોને જોઈને લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment