આજના આધુનિક યુગમાં ઘણા એવા લોકો છે. જેવો અનોખી ખેતી કરીને લાખો રૂપિયા કમાતા હોય છે. તમે ઘણા ખેડૂતોની અનોખી ખેતી વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે એક એવા ખેડૂતની વાત કરવાના છીએ જે એક અનોખી ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે.
વાત કરીએ તો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કરમાલા તાલુકાના વાશિમ્બે ગામમાં રહેતા સિવિલ એન્જિનિયર અભિજીત પાટીલ નામના વ્યક્તિની આ વાત છે. અભિજીત પાટીલ નોકરી કરવાની જગ્યાએ ખેતી કરવાનું વધારે પસંદ કર્યું હતું. આજે અભિજીત પાટીલ કેળાની અનોખી ખેતી કરીને વાર્ષિક લાખો રૂપિયાનો નફો કમાય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અભિજિત પટેલ લાલ કેલાની અનોખી ખેતી કરે છે અને વાર્ષિક 35 લાખ રૂપિયા જેવી કમાણી કરે છે. અભિજીત લાલ કેળા અને એલચી કેળા ની ખેતી કરે છે. લાલ રંગના કેળાની વાત કરીએ તો આ કેળા આયુર્વેદિક માં દવા તરીકે ઉપયોગ થાય છે અને આ કેળા ખાવાથી ઘણા ફાયદા પણ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ધનિક લોકોમાં આ કેળાની ખૂબ જ માંગ છે. આ લાલ કેળા મોટી મોટી હોટલોમાં વહેંચાય છે. એક કિલો કેળા લગભગ 120 રૂપિયામાં વેચાય છે.
અભિજીતે 2015માં એલચી કેળાનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું અને સાત એકરમાં કેળાનું વાવેતર કર્યું હતું. આ કેળાનો ભાવ પણ ખૂબ જ સારો મળે છે અને આ કેળા ખૂબ જ ફાયદાકારક છે. અભિજીત કેળાની અનોખી ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment