આ દુનિયાની અંદર ઘણા વિવિધ પ્રકારના લોકો રહે છે. ત્યારે અમુક લોકોને વિચિત્ર હરકતો જોઈને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે કહે છે કે તે તેની ઉંમર કરતાં 10 વર્ષ નાનો દેખાય છે, કારણ કે તે દરરોજ પોતાનો જ પેશાબ પીવે છે.
યુવકનો એવો દાવો છે કે આ પ્રકારની આદતના કારણે તે ડિપ્રેશન જેવી ગંભીર બીમારીમાંથી બહાર આવી ગયો છે. આ વ્યક્તિનું નામ હેરી મતાડી છે અને તે યુકેની અંદર આવેલા હેમ્પશાયરમાં રહે છે. મિત્રો હેરીની ઉંમર માત્ર 35 વર્ષની છે અને તે એક શાકાહારી વ્યક્તિ છે. તેનું એવું કહેવું છે કે તે દરરોજ પોતાનો બે મહિના જૂનો અને 200 મિલી જેટલો પીવે છે.
તેમજ હેરીએ ઘણા બધા ચમત્કારી લાભો વિશે પણ વાત કરતા જણાવ્યું હતું કે, પેશાબમાં જોવા મળતા ઘણા બધા તત્વોએ તેની જિંદગી ઘણી બધી હદ સુધી બદલી નાખી છે અને હવે કોઈ પણ કિંમતમાંથી આ પ્રકારની આદત છોડવા માગતો નથી. હેરીનું કહેવું છે કે જૂનો પેશાબ પીવાના કારણે તે વર્ષો જૂની ડિપ્રેશનની બીમારીમાંથી મુક્ત થયો છે.
મિત્રો તમને જણાવી દઈએ હેરી પેશાબ પીવાની સાથે પોતાના ચહેરા પર પણ પેશાબ લગાવ્યો છે. હેરીનું કહેવું છે કે જૂનો પેશાબ પીવાના કારણે તે હવે જુવાન બની ગયો છે. વધુમાં તેને દાવો કરતાં જણાવ્યું કે 90% પાણી ધરાવતા પેશાબની અંદર શરીરના તમામ પ્રકારના રોગો દૂર કરવાની ઘણી બધી ક્ષમતા હોય છે.
તેના કારણે હેરીએ 2016 થી પોતાનો જ જુનો પેશાબ પીવાનું શરૂ કર્યું હતું. હેરીનું એવું કહેવું છે કે, જુનો પેશાબ પીવાથી તેનું મગજ પણ સારી રીતે કામ કરવા લાગ્યું હતું અને ઘણી બધી રીતે માનસિક શાંતિ પણ મળી હતી. તેની આદતના કારણે તેના શરીરમાં ઘણા બધા ફાયદાઓ થયા છે.
તેમજ તેને જણાવ્યું કે તેના પરિવારના સભ્યોને તેની આ આદત જરાક પણ પસંદ નથી. આવી આદતના કારણે હેરીના પરિવારના લોકો તેનાથી નફરત કરે છે. ખાસ વાત એ છે કે આ યુરીન થેરાપી અંગે ડોક્ટરે વાત કરતા જણાવ્યું કે, શરીરને ડીહાઈડ્રેટ કરી શકે છે અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment