કોરોનાની મહામારી માં આ વર્ષે નહીં યોજાય આ વિશ્વ પ્રસિદ્ધ મેળો, જાણો શું છે કારણ…

Published on: 12:44 pm, Sat, 31 July 21

સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ના કારણે કેટલાક તહેવારો પણ બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ આ વખતે પણ વિશ્વ પ્રખ્યાત તરણેતરનો મેળો બંધ રાખવામાં આવશે. ગયા વર્ષે પણ કોરોના ના કારણે આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો.

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક સ્થળો પર ભક્તો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે કોરોના ની ત્રીજી લહેરની સંભાવનાના પગલે તરણેતરનો મેળો ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતી માહિતી મુજબ મંદિરમાં માત્ર ધ્વજા રોહણ અને પૂજા અર્ચના કરવા માટેની પરમિશન આપવામાં આવી છે. આ વર્ષે પણ શ્રાવણ માસમાં યોજાતા મેળાઓનું એક વિશેષ મહત્વ છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભાદરવા અને શ્રાવણ માસમાં ઘણા બધા નાનામોટા મેળાઓ યોજાતા હોય છે.

જેમાં તરણેતરનો મેળો એ વિશ્વ પ્રસિદ્ધ છે. કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને જામનગર, રાજકોટ અને પોરબંદર બાદ સુરેન્દ્રનગરમાં પણ હવે મેળો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રનો સૌથી પ્રચલિત મેળો ભાતીગળ મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાનગઢ, વઢવાણા માં તરણેતરનો મેળો થતો હોય છે. આ મેળો સતત ચાર દિવસ યોજાય છે.

અને ચાર દિવસમાં મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે તેના કારણે જેના કારણે કોરોના ના નિયમો ભંગ થઈ શકે છે. તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જિલ્લામાં એક પણ મેળ નહીં યોજાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!