દિવાળીના તહેવારમાં 500 વર્ષ બાદ અયોધ્યામાં થશે આ કાર્ય,જાણો વિગતે

Published on: 9:34 pm, Sat, 7 November 20

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં આ વખતે દિવાળી ઐતિહાસિક હશે.અયોધ્યા વિવાદ પર કોર્ટના નિર્ણય અને રામ મંદિરના ભૂમિપૂજન બાદ આ પહેલી દિવાળી છે. લગભગ 500 વર્ષથી અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ ચાલતો હતો. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન રામ દિવાળીના દિવસે જ 14 વર્ષ નો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત આવ્યા હતા.અયોધ્યા વાસીઓએ દિવાળીની ઉજવણી કરી હતી.

ત્યાંથી પરંપરા ચાલી આવી છે. આ વર્ષે ભગવાન રામ અયોધ્યા આગમન થયું છે તેમ કહી શકાય. જેના કારણે અયોધ્યામાં દિવાળી ખાસ અને મહત્વની રહેશે. યોગી સરકારે આ દિવાળી ના અવસર ઉપર ભવ્ય ઉજવણી ની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દિવાળીના અવસર ઉપર અયોધ્યામાં ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળીના એક દિવસ પહેલા જ અયોધ્યાના ઘાટ ઉપર 5 લાખ 51 હજાર દીવડાઓ કરવામાં આવશે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં ઉત્સવની તૈયારી પર નજર રાખી રહ્યા છે.

ઉજવણી દરમિયાન તેઓ સ્વયં પણ ત્યાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને કારણે અયોધ્યામાં ભારે ભીડ એકત્રિત થાય તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળીના તહેવારમાં 500 વર્ષ બાદ અયોધ્યામાં થશે આ કાર્ય,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*