પેટાચૂંટણીમાં કોંગ્રેસના આઠેય બેઠક પર સુપડા સાફ થયા બાદ કોંગ્રેસમાં થવા લાગ્યું આ કાર્ય,કોંગ્રેસના નેતાઓએ કરી આ ઓફર

Published on: 11:52 am, Thu, 19 November 20

ગુજરાત રાજ્યની પેટાચૂંટણીમાં ૮ બેઠકો અને વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસમાં નેતાઓ રાજીનામું ઓફર કરવાની રેસમાં લાગી ચૂક્યા છે.ગુજરાત રાજ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસે સાથે બેઠક પણ આવી ગઈ તેના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજીનામાની ઓફર કરી હતી અને તેમને જણાવ્યું કે જો હાઈ કમાન્ડ ઇચ્છે તો રાજીનામું લઇ શકે છે. તેના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ રાજીનામાની ઓફર કરી છે.

તેમને જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર પેટાચૂંટણીમાં પક્ષને એકય બેઠક જીતાડી ન શકવાનો ઘણો અફસોસ થઇ રહ્યો છે.ફક્ત ત્રણ વર્ષના ટૂંકા સમયગાળામાં બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી છે અને તેના પરથી જણાઈ રહ્યું છે કે લોકોએ તેમને જાકારો આપવાનું મન બનાવી લીધું છે.

કુતરા ગુજરાત જ કેમ બિહાર વિધાનસભા ચૂંટણીમાં 70 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખનાર કોંગ્રેસમાંથી 19 ઉમેદવાર જીત્યા છે અને આના પરથી તેની સ્થિતિ ત્યાં કેટલી કફોડી છે તેનો અંદાજ આવી જાય છે.

કોંગ્રેસના નબળા દેખાવને પગલે તેજસ્વીની ત્યાં સરકાર રચવામાં નિષ્ફળતા મળી છે. આરજેડીના પ્રમુખ તેજસ્વીને કલ્પના ન હતી કે કોંગ્રેસ આટલો દેખાવ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!