ઉત્તર પ્રદેશમાં અમિત શાહે 2024 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે 2022 યોગી આદિત્યનાથ ને જીતાડવાની અપીલ કરી છે. તેમને કહ્યું કે ભાજપના કાર્યકરોએ પક્ષની વિચારધારાને ઘરે ઘરે લઈ જવાની છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આંગણે આવીને ઊભી રહી છે
ત્યારે આગામી વર્ષે યોજાનાર આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ના ચહેરા ને લઈને તમામ અટકળોનું ખંડન કર્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું કે, 2024 માં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા છે તો 2022 માં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બનાવવા પડશે.
યોગી સરકાર ગરીબો, પછાત અને નબળા વર્ગોને સમર્પિત છે.અમિત શાહે પોતાના સંબોધનમાં અખિલેશ યાદવ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે, અખિલેશ જી, આયશા ઉત્તર પ્રદેશના લોકોને આપો કે છેલ્લા પાંચ વર્ષમાં તમે કેટલા દિવસ સુધી વીદેશમાં રહા? તાજેતરમાં કોરોના આવ્યો અને ઉત્તર પ્રદેશ માં પુર આવ્યું ત્યારે તમે ક્યાં હતા.
અખિલેશે પોતાના માટે પોતાના પરિવાર માટે પોતાની જાતિ માટે રાજ કર્યું છે. રાજકીય પક્ષો માટે ચૂંટણી એ સત્તા કબ્જે કરવાનું માધ્યમ છે. ચૂંટણી પક્ષની વિચારધારાને ઘરે ઘરે લઈ જવાની ચૂંટણી છે. લોકોની સમસ્યા જાણવાની પસંદગી છે. સરકાર દ્વારા કરાયેલા કામોને લોકો સુધી લઈ જવા ચૂંટણી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment