કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજના ની શરૂઆત કરી છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ છે.આ યોજના અંતર્ગત મોદી સરકાર દેશભરમાં ખેડૂતોને વાર્ષિક હપ્તામાં ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ પૂરી પાડે છે.
કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં 7 હપ્તામાં ખેડૂતોને 14000 કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ચૂક્યા છે.
વાર્ષિક હજાર રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂતોએ સરકાર ની કેટલીક શરતો પૂરી કરવાની છે. આ યોજનાનો લાભ તે લોકોને મળે જેના નામે ખેતર હશે.તેની પહેલા દેશના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો હતો.
જેની પાસે વારસામાં મળેલ જમીન હતી તેમને પણ લાભ આપવામાં આવી રહ્યો હતો. સરકારે નવા બદલાવ બાદ આવા ખેડૂતોને સન્માન નિધિ નો લાભ હવેથી નહીં મળે. આ ઉપરાંત તેવા ખેડૂતો જ ખેતી કરે છે.
પરંતુ તેમની પાસે ખેતી યોગ્ય જમીન નથી તેમને પણ આ યોજનામાં ફાયદો નહીં મળે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા સૌથી પહેલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
તમે જાતે જ ઘરે બેઠા તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તેને માટે તમારી પાસે તમારા ખેતર નું લેન્ડ મ્યુટેશન સર્ટિફિકેટ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. તમે આ યોજનાનો ઑફિશિયલ વેબસાઇટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment