ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. મૃત્યુ પામેલા યુવકે સુસાઇડ નોટની અંદર તેને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કૃષ્ણનગરના શ્રીરામ ટેનામેન્ટમાં દિલીપભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. દિલીપભાઈ પુષ્પરાજ એપાર્ટમેન્ટનું મકાન રેખાબેન પ્રજાપતિ નામની મહિલાને ભાડે આપ્યું હતું. ગત 27 સપ્ટેમ્બરના રોજ દિલીપભાઈના પત્ની ભાવનાબેન શાકમાર્કેટમાં ગયા હતા. ત્યારે પાછળથી દિલીપભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
જ્યારે ભાવનાબેન ઘરે પાછા આવ્યા ત્યારે તેમને પોતાના પતિ દિલીપભાઈનું મૃતદેહ સીલીંગ ફેન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયું હતું. આ દ્રશ્યો જોઈને ભાવનાબેને બુમા બુમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તમામ લોકોએ મળીને દિલીપભાઈને નીચે ઉતારી આવ્યા હતા.
ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દિલીપભાઈને મૃત જાહેર કર્યા હતા. દિલીપભાઈ ના પત્નીને રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં દિલીપભાઈ ઉલ્લેખ કર્યો હતો કે, પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં ભાડુઆત રેખાબેને દિલીપભાઈ ને પ્રેમ જાળમાં ફસાવીને બ્લેકમેલ કર્યા હતા અને તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
આ ઉપરાંત દિલીપભાઈ ને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી મકાન તેમના નામે કરાવવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ભાડુંઆત દિલીપભાઈ નો જીવ લેવાની પણ ધમકી આપતા હતા. તેમાં ઉલ્લેખ કર્યો હતો કે આરોપી મહિલાનો પરિવાર પણ દિલીપભાઈને ખૂબ જ હેરાન કરતો હતો.
અત્યાર સુધીમાં આરોપીઓએ દિલીપભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ લોકોના ત્રણથી કંટાળીને દિલીપભાઈ પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. મૃત્યુ પામેલા દિલીપભાઈ ની સુસાઇડ નોટ ના આધારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment