ગુજરાતમાં મા મોગલના અનેક સ્થાનો આવેલા છે જ્યાં લાખો ભક્તો માના શરણે આવી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે માં મોગલ પણ આજે હાજરાહજૂર બિરાજમાન છે. માં મોગલ ના તીર્થ સ્થાનમાં નું એક એટલે ગુજરાતની અંદર આવેલું કબરાઉ ધામ આ ધામમાં મા મોગલ આજે પણ અનેક લોકોને મનોકામના પૂર્ણ કરે છે આજે એક એવા જ માં મોગલના પરચા વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ.
એક મહિલા પોતાની માનતા પૂર્ણ કરવા માટે માં મોગલના કબરાઉ ધામ પહોંચી હતી. આ મહિલાએ મા મોગલના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા હતા. આ મહિલા માં મોગલ ને અર્પણ કરવા માટે સોનાના પગલાં માતાજીની સાડી લઈ આવી હતી. પરંતુ તેના ગાદીપતિ એવા મણીધર બાપુએ જણાવ્યું હતું કે આ તમામ વસ્તુ માં મોગલે તને ભેટ આપી છે તેથી જ તું આ જરૂરિયાતમંદ લોકોને આપજે.
આ મંદિરમાં રવિવાર તથા મંગળવાર તથા અન્ય દિવસોમાં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે અહીં દરેક ભક્તો માટે પ્રસાદ તથા ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અહીં ઘણી સંખ્યામાં સ્વયંસેવકો પણ સેવા આપતા હોય છે આ મંદિરની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સારી હોય છે. માં મોગલના ભગુડા કબરાઉ ભીમરાણા જેવા અનેક મંદિરો આવેલા છે.