મહેસાણા જિલ્લામાં ભાજપના દિગ્ગજ નેતા ગણાતા અરવિંદ પટેલ સામે ભાજપના મહિલા આગેવાન મમતાબેન પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે અને મમતાબેન પટેલે આક્ષેપ મૂક્યો છે.
કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને હરાવવા માટે મહેસાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ પટેલે કામ કર્યું હતું અને મમતા બેન પટેલ પટેલ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા ના આક્ષેપો મૂક્યા છે.
મમતાબેન પટેલના આક્ષેપ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને હરાવવા અરવિંદ પટેલ કામ કર્યું છે.
તાલુકા પંચાયતની મોટી દાઉ સીટના ભાજપ ના ઉમેદવાર મમતાબેન મહેશભાઇ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને પત્ર લખી ફરિયાદ કરી હતી.
જિલ્લા પંચાયતની દેદિયન સીટ અને તાલુકા પંચાયતની મોટીદાઉ સીટ પરના ભાજપના ઉમેદવારને હરાવવા ઉપપ્રમુખે કામ કર્યું હોવાના આક્ષેપો કરીને.
મમતાબેન મહેશભાઈ પટેલ મહેસાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ પટેલ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલાં લેવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને પત્ર લખીને વિનંતી કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment