મોંઘવારીના સમય દરમિયાન સામાન્ય પ્રજાને રાહત આપતા સરકાર દ્વારા કરવામાં આવશે આ કાર્ય.

201

બટાટાના ભાવ આશરે 20 વર્ષ બાદ પ્રતિ કિલોએ 50 ને આંબી ગયા છે.ઈતિહાસીક સપાટીએ પહોંચેલા બટાકા અને ડુંગળી ના ભાવ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર આયાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય મંત્રીએ ગુરુવારે કહ્યું કે ભારત સરકાર ભૂતાન થી 30 હજાર ટન બટાકા આયાત કરી રહી છે. બટાકા નો ઘરેલુ સપ્લાય વધારવા માટેની તેની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા બટાકા ની આયાત કરવાનો.

મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોઈ પણ શાકભાજી મોંઘા થાય તો સામાન્ય વર્ગ પાસે બટાકાના અને ડુંગળીનો જ આશરો હોય છે પણ આ વર્ષે ડુંગળીની સાથે સાથે બટાકાના ભાવમાં પણ અડખમ વધારો થયો છે. બટાકા અને ડુંગળી બંને રેસમાં હોય તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે.

બંને શાકભાજીનો ભાવ ઓછો થાય તે માટે હાલ સરકાર દ્વારા બંને શાકભાજીઓને ભારતી આયાત કરવાના મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે વધુમાં જણાવ્યું કે.

દિવાળીના તહેવાર પહેલા 25 હજાર ટન ડુંગળીની એક ખેપ પહોંચવાની આશા છે. આવનારા દિવસોમાં લગભગ 30 હજાર ટન બટાકા ભારત પહોંચી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!