મોદી સરકારના ખેડૂતો ને લગતા કૃષિ કાયદાની વિરુધ્ધમાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતા કરશે આવતી કાલે આ કાર્ય

193

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મંજૂર કરેલા કૃષિ ને લગતા ત્રણ કાયદા ની વિરોધમાં આવતીકાલે શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ચોક માં ની પ્રતિમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મહા મંત્રી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહેશે અને સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપુત ના કાર્યક્રમ માટે પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગી છે.કોંગ્રેસના અગ્રણી એ જણાવ્યા મુજબ.

રાજીવ સાતવ અને અમિત ચાવડાની આગેવાની હેઠળ 100 જેટલા કાર્યકર્તાઓ ધરણા કરવાના છે અને આ માટે સવારે 10 થી 4 વાગ્યા સુધીની મંજૂરી માગવામાં આવી છે.પોલીસ દ્વારા ધરણા ની મંજૂરી અંગે સાંજે જવાબ આપવાની છે તે દરમિયાન શહેર પ્રમુખ અશોક ડાંગરને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે, અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાવાનો છે.

અમે એ મુજબની જ મંજૂરી માગી છે.પોલીસ મંજુરી આપવાનો ઈનકાર કરશે તો પણ અમે આ કાર્યક્રમ યોજવા માટે મક્કમ છીએ.કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે નો કાયદો સંસદમાં મંજૂર કર્યો છે.

કોંગ્રેસના જુદા જુદા રાજ્યોમાં જિલ્લા મથકે દેખાવો.અને અન્ય વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આંદોલનના ભાગરૂપે આવતીકાલે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!