આપણું ભારત દેશ અનેક રહસ્યોથી ભરેલું છે. ઘણા એવા રહસ્યમય મંદિરો પણ છે જ્યાં રહસ્ય આજ સુધી પણ કોઈને જાણવા મળ્યું નથી. તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા રહસ્યમય મંદિર વિશે સાંભળ્યું હશે. આ દરમિયાન, આજે આપણે એક અનોખા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આ મંદિરના નિયમ અને કાયદા અન્ય મંદિરોથી ખૂબ જ અલગ છે. કહેવાય છે કે, આ મંદિર ફક્ત એક વર્ષમાં પાંચ કલાક જ ખૂલું રહે છે. કહેવાય છે કે, આની પાછળ એક રહસ્ય છુપાયેલું છે.
અહીં મંદિરમાં મહિલાઓ માટે પણ વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ મંદિર છત્તીસગઢના ગરીયા બંધ જિલ્લાથી 12 કિલોમીટર દૂર પર્વતો પર વસેલા નિરાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે. અહીં માતાજીને સિંદૂર, સુહાગ, કુમકુમ, ગુલાલ જેવી વસ્તુઓ ચડાવવામાં આવતી નથી.
અહીં માતાજીને ફક્ત નાળિયેર અને અગરબત્તી જ ચડાવવામાં આવે છે. આ મંદિર વર્ષમાં માત્ર પાંચ કલાક માટે જ ખુલે છે. તે પણ સવારે ૪ થી ૯ ના સમયગાળામાં. બાકીના દિવસોમાં અહીં જવા પર પ્રતિબંધ રાખવામાં આવે છે.
જ્યારે આ મંદિર ખુલે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. એવું કહેવાય છે કે, દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન આ મંદિરમાં આપમેળે જ જ્યોત પ્રગટ થઈ જાય છે. આ જ્યોત આપમેળે કઈ રીતે થાય છે તેની હજી સુધી કોઈ માહિતી મળી નથી.
આ ઉપરાંત, જણાવી દઈએ કે આ મંદિર પર મહિલાઓના જવાબ પર પ્રતિબંધ છે. તેની પાછળ પણ એક રહસ્ય છે જે રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી. અહીં મહિલાઓને માતાજીની પૂજા અને માતાજીના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. એટલું જ નહીં પરંતુ આ મંદિરનો પ્રસાદ ખાવાની પણ મહિલાઓને મનાઈ છે.