શ્રીલંકામાં સીતા એલિયા નામના સ્થાનના એક પથ્થરનો ઉપયોગ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે. મિત્રો માનવામાં આવી રહ્યું છે કે શ્રીલંકામાં આ તે જગ્યા છે કે, જ્યાં રાવણ દ્વારા માતા સીતાને બંધક બનાવીને રાખવામાં આવતા હતા.
આ પથ્થરને શ્રીલંકાના રાજદૂત દ્વારા ભારત મિલીન્ડા મોરાગોડા દ્વારા ભારતમાં લાવવાની આશા છે. સીતા એલિયામાં માતા સીતા ને સમર્પિત એક મંદિર પણ છે અને કહેવામાં આવી રહ્યું છે.
કે આ તે સ્થાન ને ચિહ્નિત કરે છે જ્યાં માતા સીતાને રાવણ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.માનવામાં આવી રહ્યું છે કે આ કારણ છે જ્યાં તે નિયમિત રૂપથી ભગવાન રામ દ્વારા તેમને બચાવી લઇ જવાની પ્રાર્થના કરી હતી.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષે ઓગસ્ટમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિર ની આધારશીલા રાખી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા રામ મંદિર નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યો હતો.
ટ્રસ્ટના મહા સચિવ ચંપત રાયે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય લગભગ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે.
શ્રી રામ જન્મભૂમિ તિથક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરી રહ્યું છે અને તેના માટે જનસંપર્ક અને યોગદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જે 27 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. મંદિરના નિર્માણ માટે ધન રાશિ ભેગી કરવાનું અભિયાન 15 જાન્યુઆરી થી દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment