અમદાવાદમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના ના કેસો વધતા અમદાવાદ મહાનગર કોર્પોરેશન દ્વારા કડક વલણ અપનાવતા પાનના ગલ્લા અને ચાની લારી વાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના નું સંક્રમણ ના વધે તે માટે આ નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો હતો.અમદાવાદમાં કોરોના માં પાનના ગલ્લા અને ચાની લારીવાળા બંધ કરવાનો મામલો ચર્ચામાં છે.
વેપારીઓએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. શા માટે નાના વેપારીઓને હેરાન કરવામાં આવે છે અને વેપારીઓ માસ્ક માર્ગદર્શિકા નું પાલન કરી રહ્યા છીએ.
છતાં પણ કોર્પોરેશન તવાહી જોવા મળી છે.અમદાવાદના વેપારી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ બીજો વેપાર ચાલુ તો ગલ્લા અને કીટલી ઓને જ કેમ બંધ કરવામાં આવી છે.
વેપારીઓને માણસોના પગાર, ભાડા સહિત આજીવિકા રળવી મુશ્કેલ બની છે.
અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના ના કેસો 1400 થી વધુ સામે આવી રહ્યા હતા જેના કારણે AMC દ્વારા લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment