આ ગરીબ દાદા 77 વર્ષની ઉંમરે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દાદાએ અત્યાર સુધીમાં હજારો લોકોને નવજીવન આપ્યું છે…

Published on: 11:42 am, Mon, 6 June 22

આજે આપણે એક દાદાની વાત કરવાના છીએ, દાદાના સમાજસેવાના કાર્યો જાણીને તમે પણ દાદાને સલામ કરશો. દાદાએ વિશ્વાસ ભાવે આજ સુધીમાં હજાર લોકોના જીવ બચાવ્યા છે. દાદાનું નામ હરજિંદર સિંહ છે અને તેમની ઉંમર 77 વર્ષની છે. તેઓ દિલ્હીના રહેવાસી છે. દાદા હરજિંદર સિંહ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

દાદા હરજિંદર સિંહની રીક્ષા એમ્બ્યુલન્સ તરીકે પણ જાણીતી છે. તમે કેટલાક લોકોને રોડ અકસ્માત અથવા તો કોઈને મુશ્કેલીમાં જોઇને તેમના વિડીયો બનાવતા જોયા હશે. પરંતુ દાદા હરજિંદર સિંહએ આવા લોકોની મદદ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અથવા કોઈ ઇજાગ્રસ્ત થયા હોય.

તેવી વાતની જાણ હરજિંદર સિંહને થાય ત્યારે તેઓ પોતાનું તમામ કામ છોડીને તે વ્યક્તિની મદદ કરવા માટે પહોંચી જાય છે. દાદા હરજિંદર સિંહે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ બચાવ્યા છે. કેટલાક લોકો તો હરજિંદર સિંહને દિલ્હીના દેવદૂત પણ કહે છે. મળતી માહિતી અનુસાર હરજિંદર સિંહ ભૂતપૂર્વ ટ્રાફિક અધિક્ષક હતા.

તેઓ હાલમાં દિલ્હીમાં ઓટો ચલાવે છે અને રસ્તા પર ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરે છે. હરજિંદર સિંહએ જણાવ્યું કે હું દરરોજ એક અકસ્માતથી પીડિત વ્યક્તિની મદદ કરું છું. હું ઘણી વખત વધારે સમય કામ કરું છું. જેના કારણે વધુમાં વધુ લોકોની મદદ કરી શકું અને તેમની દવા માટેના પૈસા ભેગા કરી શકું.

અકસ્માતમાં ઘણી વખત ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક મદદ મળતી નથી. ત્યારે આવા લોકોની મદદ કરવા માટે હરજિંદર સિંહ કંઈક કરવા માગતા હતા. ત્યારબાદ તેમને એક ઓટોરિક્ષા ખરીદી અને ત્યારબાદ આ મદદનું કાર્ય શરૂ કર્યો હતું. તેઓ પોતાનું રોજનું કામ પૂરું કરીને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરે છે.

દાદા જે દર્દીઓની મદદ કરે છે તેમની પાસેથી એક પણ રૂપિયો લેતા નથી અને ફ્રીમાં રીક્ષા ચલાવે છે. તેમની આ કામની પ્રશંસા લોકો ખૂબ જ કરી રહ્યા છે. તેઓ છેલ્લા 40 વર્ષથી આ સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. દાદાએ અત્યાર સુધીમાં કેટલાય લોકોનું જીવન બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!