સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા સમયે પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, ઘણા લોકો ઓનલાઇન ગેમ રમીને પૈસા કમાતા હોય છે.
ત્યારે મહારાષ્ટ્રના પુણ્યના એક સબ ઇન્સ્પેક્ટરે Dream 11 ક્રિકેટ ફેન્ટસી એપ પર 1.5 કરોડ રૂપિયા જીત્યા હતા. આ વાતના સમાચાર સરકાર સુધી પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર સબ ઇન્સ્પેક્ટરે રૂપિયા જીત્યા બાદ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.
ત્યાર પછી આ મામલો ચર્ચામાં આવ્યો હતો. આ વાતના સમાચાર પોલીસ વિભાગ સુધી પહોંચતા અધિકારીઓને આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
પછી તો સબ ઇન્સ્પેક્ટરની સામે ફરિયાદ નોંધાઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસ વિભાગ તપાસ કરી રહી છે કે, સરકારી અધિકારીને આવી ગેમ રમવાની છૂટ છે કે નહીં.
હાલમાં તો સબ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી ચાલુ છે. હવે આગામી દિવસોમાં જ જોવાનું આ મામલાને લઈને શું નિર્ણય આવે છે. હાલમાં તો એવું કહી શકાય કે સબ ઇન્સ્પેક્ટરને ઇનામ જીતવું ભારે પડી ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment