ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીના પ્રચાર વચ્ચે આપ ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ની આ તસવીરે ભાજપની ચિંતામાં કર્યો વધારો, જુઓ ફોટો.

Published on: 8:42 pm, Wed, 7 April 21

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ધીમે-ધીમે ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે. ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે. ગાંધીનગરની ગ્રાઉન્ડ લેવલ ની સ્થિતિ જોતા એવું લાગે છે.

કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉમંગ ઉત્સાહ અને જોશથી કંઇક અલગ જ પ્રકારનો જોવા મળી રહો છે.ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્ય કરી રહ્યા છે.

કાર્યકરો દ્વારા પોતાની પાર્ટીના એજન્ડા લોકોના ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવી રહ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા પાર્ટીનો એજન્ડા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે જઈ રહ્યા છે.

ત્યારે તેઓને એક તસવીર સામે આવી છે જેમાં ભાજપના કાર્યકર એવા દેત્રોજ ગામ પંચાયતના સરપંચ અને પૂર્વ તાલુકા ભાજપ ઉપપ્રમુખના ઘરે પાર્ટીના એજન્ડાનું પ્લેમફલેટ આપી રહેલા નજર પડે છે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનીતિ થી મતદારો ક્યાંકને ક્યાંક નારાજ હોય એવા પણ કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ત્યારે એક નવી રાજનીતિ ને ગાંધીનગરના મતદાતાઓ સ્વીકારવા માટે થનગની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલીયા ની ડોર ટુ ડોર પ્રચાર ની તસ્વીર ને જોઈને ભાજપ ની ચિંતામાં વધારો થાય તો નવાઈ નહિ!

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીના પ્રચાર વચ્ચે આપ ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ની આ તસવીરે ભાજપની ચિંતામાં કર્યો વધારો, જુઓ ફોટો."

Leave a comment

Your email address will not be published.


*