ગુજરાતની અંદર અનેક મા મોગલ ના તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તોની માં મોગલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તથા વિશ્વાસ છે મા મોગલ પણ કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતી નથી અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. મા મોગલે અનેક ભક્તોને તેમના પરચા બતાવ્યા છે. તેવામાં ગુજરાતમાં આવેલું મા મોગલ નું ધામ એટલે કબરાઉ ધામ આ મોગલના ધામમાં અનેક ભક્તો આવી મા મોગલના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
એક વ્યક્તિના એક લાખ રૂપિયા કોઈ કારણોસર અટવાઈ ગયા હતા તેથી તેને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ હતી તેથી તેણે માં મોગલ ને પ્રાર્થના કરી હતી અને અંતે મા મોગલ એ તેની પ્રાર્થના સ્વીકારી તેના એક લાખ રૂપિયા પાછા આવી ગયા હતા. તેથી જ તે ભક્ત મા મોગલ ના કબરાઉ ધામ પહોંચી આવ્યા હતા. અહીં તેમણે માં મોગલના આશીર્વાદ લઇ તેમનો આભાર માન્યો હતો.
ત્યારબાદ કબરાઉ ધામના ગાદીપતિ એવા મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા હતા મણીધર બાપુએ પૂછ્યું કે તારે શેની માનતા હતી તો તેણે આખી ઘટના જણાવી હતી ત્યારબાદ મણીધર બાપુએ તેને માનતાના ₹1,00,000 પાછા આપી તેમાં એક રૂપિયાની નોટ ઉમેરીને કહ્યું કે તારી માનતામાં મોગલે 5100 વખત સ્વીકારી છે આ માં મોગલના કબરાઉ ધામમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી.
કારણ કે, ત્યાંના ગાદીપતિ એવા મણીધર બાપુ નું કહેવું છે કે અહીં દાન દેવું તે સૌથી મોટું પાપ છે તે માનતા નો એક પણ રૂપિયો સ્વીકારતા નથી પરંતુ તે તેની બહેન દીકરી કે અન્ય જરૂરત મંદ લોકોને આપી દેવાનું જણાવે છે અહીં વાર તહેવારે તથા દર મંગળવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે.
માં મોગલ પણ દરેક લોકોને પોતાના આશીર્વાદ આપી રાજી કરે છે. આ મંદિરમાં દેશ-વિદેશથી લોકો માં મોગલના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર ભક્તો માટે શ્રદ્ધા તથા વિશ્વાસનું પ્રતીક બની ગયું છે મા મોગલ ના ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ઘણા મંદિરો આવેલા છે જેમાં માં મોગલ હાજરાહજૂર બિરાજમાન છે.