આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. ઘણા એવા લોકો હોય છે જે પ્રાણીઓને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પૂર્ણ ભયાનક દ્રશ્યો જોઈને તમે ધ્રુજી જશો.
ચોમાસાના આગમનની સાથે જ દેશના ઉત્તરીય ભાગોમાં વરસાદને કારણે જે સ્થિતિ બની છે તે ચિંતાજનક છે. સર્વત્ર પૂર આવી રહ્યું છે અને પશુઓ પણ આ પૂરનો શિકાર બની રહ્યા છે. મનુષ્યને બચાવી રહ્યા છે પરંતુ પ્રાણીઓ પણ તેનાથી અછૂત નથી. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ કૂતરાને પૂરથી બચાવવા માટે પોતાનો જીવ લગાવી દીધો છે.
ચંદીગઢ ના એસ.એસ.પી.એ હાલમાં જ ટ્વીટર પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં કૂતરાને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. વિડિયો પોસ્ટ કરતા તેણે લખ્યું ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે ચંદીગઢ પોલીસની ટીમની મદદથી એક કૂતરાનો જીવ બચાવ્યો જે પાણીના ભારે પ્રવાહ ને કારણે ખુદા લાહોર પુલ નીચે ફસાઈ ગયો હતો. પૂરના કારણે ભારે તબાહી વચ્ચે દરેક લોકો પોતાનો જીવ બચાવવા લાગેલા છે.
Kudos to team of Fire department assisted by Chandigarh police team, a puppy stranded under Khuda Lahore bridge due to heavy water flow was Rescued.#EveryoneIsImportantForUs#LetsBringTheChange#WeCareForYou pic.twitter.com/yHtZuBLgvy
— SSP UT Chandigarh (@ssputchandigarh) July 10, 2023
પરંતુ રેસ્ક્યુ ટીમે સાબિત કર્યું કે મૂંગા પ્રાણીઓને પણ મદદ કરવી એ માનવીની જવાબદારી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પુલ પરથી એક લાંબી સીડી લગાવવામાં આવી છે જે નીચે પૂરની વચ્ચે છે. તે સીડી પરથી એક વ્યક્તિ કૂતરાને બચાવીને ઉપર તરફ પાછો ફરતો જોવા મળે છે. તે કૂતરાને એક હાથમાં પકડીને ધીમે ધીમે ચઢી રહ્યો છે, આવીને તે કૂતરાને અન્ય વ્યક્તિને સોંપે છે.
પાછળ તમે જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ કેટલો ઝડપી છે, જો તે કૂતરો તેમાં લાંબો સમય રહ્યો હોત તો તે પાણીના પ્રવાસ સાથે ડૂબી ગયો હોત, નહીં તો તે ખાધા પીધા વગર જ મરી ગયો હોત. પરંતુ આ વ્યક્તિએ પોતાનો જીવ દાવ પર લગાવીને આ કૂતરાને બચાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment