આ વ્યક્તિએ ગુજરાત પોલીસની નોકરી છોડીને શરૂ કરી બટાકાની ખેતી, હાલમાં કમાઈ રહ્યા છે કરોડો રૂપિયા

72

આપણો ભારત કૃષિ પ્રધાન દેશ છે. પહેલાના સમયમાં ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર હતી. આપણા દેશમાં કેટલાય લોકો એવા છે કે સારી નોકરી હોવા છતાં પણ ખેતી ક્ષેત્રમાં આગળ વધતા જોવા મળે છે.બનાસકાંઠાના દાંતીવાડા માં વસતા પાર્થીભાઈ ચૌધરી સાથે થયો હતો.

આ ભાઈ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેઓ તેમની નોકરીની સાથે સાથે ખેતીમાં બહુ રસ ધરાવતા હતા અને તેઓ ખેતી ને બહુ પ્રેમ કરતા હતા.તેઓ વાવેતર ના કારણે લગભગ 19 વર્ષ પહેલા પોલીસની નોકરી છોડી દીધી હતી.

આ ભાઈએ ખેતી કરવાની શરૂઆત કરી દીધી હતી અને ખેતી કરવા માટે તેમની નોકરીની થોડી ક્ષણો તેઓને મદદ રૂપ થઇ હતી. ગુજરાત પોલીસની નોકરી દરમિયાન તેઓને વિદેશી કંપની દ્વારા તાલીમ લેવાની તક મળી હતી અને તે પછી વિદેશી કંપની એ લોકોને બટાકાનું ઉત્પાદન કરવાની તાલીમ આપી હતી.

આ ભાઈએ બટાકા વ્યવસ્થિત રીતે ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને બટાકાની ખેતી શરૂ કર્યા બાદ અલગ-અલગ કંપનીઓને બટાકા પણ સપ્લાય કરતા હતા. તેઓએ સારી સારી વેફર્સ બનાવતી કંપનીઓને પણ બટાકા સપ્લાય કરવાનો શરૂ કર્યા હતા.

તેમણે 87 એકર જમીન પર બટાકાની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને સિઝનમાં 1200 કિલો બટાકાનું ઉત્પાદન કરતા હતા.પાર્થી ભાઈની સફળતા જોઇને બાકીના ખેડૂતો પ્રેરિત થયા હતા અને બટાકાની ખેતી કરીને વર્ષે કરોડો રૂપિયા કમાઈ રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!