આપણે ઘણા બિઝનેસમેન વિશે સાંભળ્યું હશે જેવો પોતાની કમાણીનો અમુક હિસ્સો દાનમાં આપતા હોય છે. દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી પણ અનેક ધાર્મિક સ્થળ પર દાન કરે છે. પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જ અંબાણી અને અદાણી જેવા મોટા મોટા લોકોને દાન કરવાની બાબતમાં પાછળ છોડે છે.
તો ચાલો જાણીએ કોણ છે આ વ્યક્તિ અને તે કેટલું દાન કરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે, ભારતની આઈટી કંપની HCLના સ્થાપક શિવ નાદર ખૂબ જ મોટા દાનવીર છે. રિપોર્ટ અનુસાર શિવ નાદરે એક જ વર્ષમાં 1161 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
એટલે શિવના આધારે દરરોજનું 3 કરોડ રૂપિયા દાન આપ્યું છે. શિવ નાદર દાન કરવાની વાતમાં મોટા મોટા બિઝનેસમેનોને પાછળ છોડે છે. જાણવા મળી રહ્યું છે કે, શિવ નાદરે દેશના સૌથી મોટા દાનવીર અઝીમ પ્રેમજીને પણ પાછળ છોડી દીધા છે.
અઝીમ પ્રેમજીએ એક જ વર્ષમાં 484 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જ્યારે શિવ નાદરે કરેલા દાનનો રિપોર્ટ સામે આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર ચારેય બાજુ તેમની જ વાતો થઈ રહી હતી અને લોકો તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment