મિત્રો જે લોકો નોકરી કરતા હોય છે તેમની અમુક વય મર્યાદા પૂર્ણ થતા રીટાયર થાય છે. જ્યારે તમે ઘણા આવા લોકોની વિદાય થતી જોઈ હશે. પરંતુ માત્ર 10 હજારની નોકરી કરતા માણસની વિદાય નહીં જોઈ હોય. આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિ રિટાયર થતા તેના માલિકે તેને હર્ષોલ્લાસ થી વિદાય આપી.
વિસ્તૃતમાં કહીશ તો યુવકના પરિવારને પરિસ્થિતિ નબળી હોવાથી એક સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતો હતો ત્યાં તેને તેના માલિક દ્વારા પગાર ઓછો મળતો હોવાથી તે જરૂરી એવા સામાનની પણ મદદ કરતા હતા. ત્યારે માલિક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ભાઈ જેવો સંબંધ બની ગયો હતો અને એકબીજા વચ્ચે સગા ભાઈ જેવો પ્રેમ હતો.
આ યુવક છેલ્લા ઘણા સમયથી આ માલિકને ત્યાં નોકરી કરતો હતો ત્યારે માલિકને ખબર પડતાં કે તેના સિક્યુરિટી ગાર્ડની વય મર્યાદા પૂર્ણ થતા તેને નોકરી માંથી વિદાય લેવાની છે. ત્યારે તે માલિકે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી.
ત્યારે તે સિકયોરિટી ગાર્ડની રિટાયરમેન્ટની રીટાયર તારીખ પાસે આવી જતા તેને ખૂબ જ ધામધૂમથી વિદાય આપવાનું નક્કી કર્યું તે દિવસને ખૂબ જ યાદગાર બનાવશે. માલિકે સિક્યુરિટી ગાર્ડ ની વિદાય ખૂબ જ સારી રીતે આપી તેણે આખા ઓફિસ માં પાર્ટી આપી અને સિકયુરિટી ગાર્ડની ફૂલોથી સન્માન કર્યા.
જે જગ્યા પર સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા ત્યાં તેને એક ગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યા અને તે બાર વર્ષથી ગાર્ડનની ફરજ બજાવતા હતા તેથી માલિકે ખૂબ જ માન અને સન્માન સાથે તેની ભવ્ય રીતે વિદાય કરી.
ત્યારે માલિક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ભાઈ જેવો સંબંધ બની ગયો હોવાથી બંને ભીની આંખે રડી પડ્યા અને માલિકે સિક્યુરિટી ગાર્ડ ને બંધ કવરમાં થોડાક પૈસા અને ભેટ આપી. બંને વચ્ચે એવો લગાવ હતો કે માલિક પણ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો. અને તેણે નક્કી કર્યું કે તે પોતાના સિક્યુરિટી ગાર્ડ ની વિદાય ને ખૂબ જ યાદગાર બનાવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment