આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયામાં જેટલા પણ લોકોએ જન્મ લીધો છે. એ બધા જ લોકોનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે ઘણા એવા લોકો છે કે જેનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે તો ઘણા એવા લોકો હોય છે કે તેમના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી.
તો એવા લોકોને એક સમયનું ખાવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે અને પોતાનું જીવન જીવવા માટે સખત મહેનત કરવી પડે છે. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે આમ તેમ ભટકીને પોતાના દિવસે પસાર કરી રહ્યો છે.
જાણવા મળ્યું છે કે તે માનસિક રીતે બીમાર છે અને સાથે તે પોતાનું જીવન માત્ર આમ તેમ કરી જીવી રહ્યો છે. નવાઈની વાત તો એ કે એ વ્યક્તિ ભણેલો ગણેલો છે છતાં પણ તેમની સાથે કોઈ નથી. વિસ્તૃતમાં જણાવીશ તો વડોદરામાં સોમા તળાવ વિસ્તારમાં રહેતો એ યુવક જે આમતેમ ભટકીને પોતાનું જીવન જીવી રહ્યો છે.
છેલ્લા એક વર્ષથી આવી જ હાલતમાં તે અહીં રહે છે તેમની સાથે કોઈ નથી અને તેની સ્થિતિ જોશો તો ખૂબ જ દયનીય છે તે પોતાનું જીવન રસ્તા પર જ આમતેમ ભટકીને બુધારી રહ્યો છે. માત્ર તેને બીજા લોકો જે ખાવાનું આપી જાય તે જ ખાઈને પોતાના દિવસો પસાર કરે છે.
તે આવી જ રીતે તેના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યો છે. આવા એક નહીં પરંતુ ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જેઓ પાસે બીજું કોઈ હોતું નથી અને તેઓ પોતાનું જીવન પોતે જ કંઈક ને કંઈક રીતે જીવી લેતા હોય છે. આ વ્યક્તિ જેને એક સમય ખાવા માટે પણ ફાફા પડે છે.
ત્યારે આજુબાજુના રહેવાસીઓ તેને કોઈપણ ખાવાનું આપી જાય છે તે જ ખાઈને પોતાનું જીવન ગાળી રહ્યો છે. ક્યારેક તો ભૂખ્યા પેટે સૂઈ જવાનો પણ વારો આવે છે. આવા વ્યક્તિઓની મદદ કરવામાં આવે તો એક પુણ્યનું જ કામ કરી શકાય. જો આવા લોકોને મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો – 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment