આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું સેવાનું કાર્ય હોય એટલે સુરત શહેર હંમેશા આગળ જ હોય છે. સુરતના લોકો ધંધામાં તો પાછા પડતા જ નથી પરંતુ સેવાનું કામ હોય ત્યાં પણ તેઓ હંમેશા માટે આગળ જ રહે છે. ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિના સેવાની વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ તેમના વખાણ કરતા નહીં થાકો.
મિત્રો આ વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી એક થી પાંચ વર્ષની દીકરીઓના જન્મદિવસ પર ફ્રી કેક આપે છે. તેઓ માત્ર સુરતમાં જ નહીં પરંતુ રાજકોટ અમરેલી અને ઉનામાં પણ આ સેવાનું કાર્ય કરે છે.
તો ચાલો જાણીએ કોણ છે આ વ્યક્તિ અને તેમને આ સેવા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ સંજયભાઈ ચોડવડીયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના પરથી તેમને આંખ સેવાનું કામ શરૂ કરવાની પ્રેરણા મળી હતી.
પછી સંજયભાઈ ‘બેટી બચાવો જન્મોત્સવ મનાવો’ સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. જેનાથી લોકો દીકરીઓનો જન્મદિવસ વધારેમાં વધારે મનાવે. પછી તેઓ દીકરીના જન્મદિવસ પર ફ્રી કેક આપવા લાગ્યા હતા. સંજયભાઈ 2011માં પોતાની દુકાન શરૂ કરી હતી ત્યારે તેઓ લગભગ રોજની પાંચ એક ફ્રી આપતા હતા. ત્યારે આજે તેઓ રોજની 40 થી 50 કેક ફ્રી આપે છે.
મિત્રો સંજયભાઈ ના સેવાના કામના કારણે તેમને ઘણા બધા એવોર્ડ પર મળ્યા છે અને ઘણી જગ્યાએ તેમને સન્માનિત પણ કર્યા છે. અત્યાર સુધીમાં સંજયભાઈ લગભગ 51 હજાર કિલો થી પણ વધારે કેક દીકરીઓ માટે ફ્રીમાં આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment