આજના સમયમાં બધા લોકોને રૂપિયા કમાવા ખૂબ જ ગમતા હોય છે. પરંતુ જ્યારે તેનો ટેક્સ ભરવાનો સમય આવે ત્યારે કોઈ આગળ આવતું નથી. દરરોજ લાખો રૂપિયાની કમાણી કરનાર બિઝનેસમેન પણ હંમેશા ટેક્સથી કેવી રીતે બચવું તેની માટે જ વિચાર કરતા હોય છે.
પરંતુ આજે અમે તમને એક એવા ગુજરાતી બિઝનેસમેન વિશે જણાવવાના છીએ તેવો કરોડો રૂપિયાનો ટેક્સ એડવાન્સમાં ચૂકવી દે છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. તો ચાલો જાણીએ કોણ છે આ વ્યક્તિ. મિત્રો આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આયુર્વેદિક સેસા હેર ઓઇલ કંપનીના માલિક ડાયાભાઈ ઉકાણીના પુત્ર મૌલેશ ઉકાણી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, મૌલેશ ઉકાણીએ 2018માં 259 કરોડ રૂપિયાનો ટેક્સ એડવાન્સમાં ભર્યો હતો. તેઓ હાલમાં બ્રાન લેબ્સ નામની કંપનીન માલિક છે. પોતાની કંપનીનો વ્યવહાર સ્પષ્ટ રાખવા તેમજ લોકોને તેમની કંપની ઉપર વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેમને એડવાન્સમાં કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો હતો.
મિત્રો તમને જણાવી દે કે, મૌલેશભાઈના પિતાશ્રી ડાયાભાઈ ઉકાણીએ માત્ર 16000 રૂપિયાનું રોકાણ કરીને પોતાની સેસા હેર બ્રાન્ડની શરૂઆત કરી હતી. આ દરમિયાન મૌલેશ ભાઈ કંપનીમાં નાનું મોટું કામ કરતા હતા.
ત્યારબાદ તેમને કેમેસ્ટ્રી વિષય સાથે બીએસસી પૂરું કર્યા બાદ પોતાના પિતાની કંપની સાથે જોડાઈ ગયા હતા અને પછી તેમને પોતાના પિતાની કંપનીને ખૂબ જ આગળ વધારી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા જ મૌલેશ ભાઈએ કંપનીમાંથી પોતાનો 1250 કરોડ રૂપિયાનો હિસ્સો વેચ્યો હતો.
તેમ છતાં પણ મૌલેશ ભાઈની કમાણી વિશે વાત કરીએ તો તેઓ પાસે આજે અઢળક કમાણી છે. મિત્રો તમને જણાવી દઈએ કે તેમને પોતાના દીકરાની લગ્નની કંકોત્રી પાછળ 7,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો ત્યારે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને ચારેય બાજુ તેમની વાતો થઈ રહી હતી. જ્યારે તેમને એડવાન્સમાં ટેક્સ ભર્યો ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment