આજરોજ મહાશિવરાત્રીનો પાવન તહેવાર છે અને શિવરાત્રીના દિવસે શિવ ભક્તો વિવિધ શિવાલયમાં જઈને ભગવાન શિવની પૂજા કરતા હોય છે પાણી અને દૂધ ચડાવતા હોય છે ત્યારે નવસારી જિલ્લામાં વિવિધ શિવાલયોમાં ઘી માંથી બનેલી ભગવાન શિવની મૂર્તિની પૂજા કરવાની માન્યતા છે
ત્યારે આજે આપણે જાણવાના છીએ કે આ મૂર્તિઓ બનાવે છે કોણ અને કેવી રીતે બને છે ઘી માંથી મૂર્તિ.નવસારીના સદલાવ ગામના ખેડૂત હેમંતકુમાર પટેલ પોતાની કળા દ્વારા શિવરાત્રીના તહેવારને લઈને એક મહિના પહેલાથી જ ભગવાન શિવની ઘી માંથી મૂર્તિઓ બનાવવામાં કામે લાગે છે
ને તેવા ઘી ની મૂર્તિ બનાવવા માટે એક રૂપિયાનો પણ ચાર્જ લેતા નથી. માત્ર ઘીના જ પૈસા લે છે. શિવરાત્રી પર હેમંતભાઈ ને મોટી સંખ્યામાં ઓર્ડર પણ મળતા હોય છે અને ઓર્ડર પ્રમાણે તેઓ કીર્તિ વિવિધ મંદિરો માટે ભગવાન શિવની મૂર્તિઓ બનાવી દેતા હોય છે.
તેઓ નાનપણથી જ ઘીમાંથી કમળ અને મૂર્તિઓ બનાવે છે અને તેઓ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી તેમને આ આવડત અને કળા છે અને તેઓએ ઘી માંથી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી અને તેઓ છેલ્લા 40 વર્ષથી ભગવાન શિવની સુંદર મૂર્તિઓ બનાવે છે અને સુરત વલસાડ નડિયાદ નવસારી ઓલપાડ સહિતના વિસ્તારોમાં આ મૂર્તિઓ જાય પણ છે.આ મૂર્તિ બનાવવા
માટે ઘી ને એક મોટા વાસણમાં એકઠું કરવામાં આવે છે અને ત્યારબાદ તેને લોટની જેમ ગુથવામાં આવે છે અને આવું સતત પાંચ દિવસ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં રહેલી ચિકાસ દૂર કરવામાં આવે છે ને બરાબર મિક્સ થયા બાદ તેમાંથી મૂર્તિનો આકાર આપવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment