ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાશે આ નવો કોર્સ,જાણી લો આ કોર્સ વિશે સંપૂર્ણ માહિતી

145

આખું વર્ષ મહામારી ના કારણે વિદ્યાર્થીઓને હોમ લનિંગ અંતર્ગત અધ્યયન કાર્ય કરાયું હતું જેથી પાછલા ધોરણ ના અભ્યાસક્રમ ને સમાવી બ્રિજ કોર્સ તૈયાર કરાયો છે. ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે એક મહિના નો બ્રિજ કોર્સ રાજ્યમાં 7 જૂન થી શરૂ થતાં નવા શિક્ષણ વર્ષ સાથે શરૂ કરાશે.

બ્રિજ કોર્સ માં ગત ધોરણ ના અભ્યાસક્રમ ઉપરાંત ચાલુ ધોરણ ના અભ્યાસક્રમ નો સમન્વય કરવામાં આવશે. બ્રિજ કોર્સ અંગે શિક્ષકોને તાલીમ પણ અપાશે. બ્રિજ કોર્સ પૂર્ણ થયા બાદ શિક્ષકો દ્વારા ચકાસણી કરાશે અને વિદ્યાર્થીઓના અભ્યાસ ની બાબતો જાણી જરૂરી માર્ગદર્શન અપાશે.

રાજ્ય સરકાર દ્વારા આ નવા શિક્ષણ સત્ર માં શરૂઆત માં એક મહિના દરમિયાન સાહિત્યનું અધ્યયન કાર્ય કરાશે. જૂન 2021 થી વિદ્યાર્થીઓ જે ધોરણ માં પ્રવેશ મેળવશે.

તે ધોરણ ના પૂર્વના એટલે કે પાછળના ધોરણ નો અભ્યાસક્રમ બ્રિજ કોર્સ સ્વરૂપે તેમજ ચાલુ વર્ષના ધોરણ ના અભ્યાસક્રમ ને સમજવા સંબધિત ધોરણ ના લનીંગ આઉટકમ ની સમજ નો સમાવેશ કરી બ્રિજકોર્સ કલાસરેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

બ્રિજ કોર્સ એટલે બે ધોરણ વચ્ચે સેતુ ની કામગીરી. જેમ કે ધોરણ 6 ના વિદ્યાર્થી માસ પ્રમોશન થી ધોરણ 7 માં આવશે. હવે આ વિદ્યાર્થીઓ ધોરણ 6 માં માત્ર ઓનલાઇન જ ભણ્યા છે.

જેથી ધોરણ 7માં અભ્યાસ કરવા માટે તેમનામાં રહેલી ધોરણ 6 ની ઉણપ બ્રિજ કોર્સ થકી પૂરી કરવામાં આવશે. આમ માસ પ્રમોશન થી આગળના ધોરણ માં આવેલ વિધાર્થીનું લેવલ બ્રિજ કોર્સ થકી લેવાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!