ભારત દેશની અંદર આદિ પુરાણકાળથી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. પ્રાચીન પરંપરા પ્રમાણે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને સૌથી પહેલા જ્યારે રસોઈ બનાવતી વખતે ગાય માટે પહેલી રોટલી બનાવવામાં આવે છે. આજના સમયમાં ગાયને સૌ કોઈ લોકો પૂજે છે અને ગાયની સેવા કરે છે. ગાયના દૂધ પીવાથી નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિઓ સુધી દરેકને ખૂબ જ ફાયદો મળે છે.
ગાયના દૂધમાંથી બનાવેલી છાશ દહી તેમ જ ઘી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાયના દૂધથી લઈને ગૌ મૂત્ર સુધી આપણા શરીર માટે દરેક વસ્તુઓ ખૂબ જ ઔષધી તરીકે કામ કરે છે. વ્યક્તિના સ્વાસ્થ્ય માટે દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, આજે તમને એક ગાય પ્રેમી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે ગાયને પોતાના બાળકોની જેમ ઉછેર કરે છે અને તેઓ ગાયની ખૂબ જ વધારે સેવા કરે છે.
તમે ફોટાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો કે ગાયના વાછરડાને આ ભાઈ પોતાની પાસે સુવડાવી રહ્યા છે. આ ભાઈ આવું શા માટે કરતા હશે ? આજે અમે તમને આ લેખની અંદર અનોખા ગાયપ્રેમી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ અનોખા ગાય પ્રેમી નું નામ વિજયભાઈ પરસાણા છે, વિજયભાઈ અમદાવાદ નજીક આવેલા મનીપુર વડગામ ની અંદર રહ્યા છે. વિજયભાઈ પોતાની પાસે રહેલી ગાયોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે ખૂબ જ લાગણી બંધાઈ ગયેલી છે, તેઓ ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહે છે.
વિજયભાઈ અત્યારે કરોડપતિ હોવા છતાં પણ ગાય પ્રત્યે તેમનો પ્રેમ ક્યારેય પણ ઓછો થયો નથી. તેઓ પોતાની ગાય અને વાછરડાને પોતાની પાસે જ રાખે છે. વિજય ભાઈ ને ગાયો ની આસપાસ રહેવાથી શાંતિ અનુભવે છે અને જાણીને આશ્ચર્ય થશે કે વિજયભાઈ અત્યારે પાંચ વાર ના મોટા બંગલા ની અંદર એકલા રહે છે. વિજયભાઈ આટલા બધા રૂપિયાના માલિક હોવા છતાં સૌથી મહત્વની વાત એ છે કે, તેઓ ગાયને ભગવાન તરીકે માને છે અને ગાયને માતાની જેમ જ ઉછેર કરે છે.
વિજયભાઈ ના આલેખ ની અંદર મુકેલા ફોટાઓ જોઈને ખરેખર તમને પણ આશ્ચર્ય થશે અને ગાય પ્રત્યેનો પ્રેમ જરૂર જોવા મળશે. આજના સમયમાં લોકો સ્વાર્થી બની ગયા છે અને પોતાના અંગત સ્વાર્થ ને કારણે તેઓ ગાયનો ઉછેર કરે છે અને ત્યાર પછી રસ્તાઓ પર છોડી દે છે. પરંતુ વિજયભાઈ ને ગાય પ્રત્યેનો પ્રેમ અનહદ છે, તેઓ ગાયોને સાચવવામાં ખૂબ જ સાચી માનવતા દાખવે છે.
તેઓ ગાયોને ખૂબ જ પ્રેમ અને ભાવથી માનસનમાન આપે છે. વિજયભાઈએ વર્ષો પહેલા ગાયના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા અને અત્યાર સુધી તેમની 11 પેઢીને વિજયભાઈ સાચવી રહ્યા છે. તેમજ તેમના વાછરડા થી માંડીને દરેક ગાયની વિજયભાઈ સેવા કરે છે અને ગાયના દૂધનું તેમજ ગાયના ઘીનું બનેલું માખણ અને છાશ તેવો વધારે વાપરવાનું પસંદ કરે છે. વર્ષોથી વિજયભાઈ ને ગાયની સાથે રહેવું ખૂબ જ વધારે પસંદ કરે છે, તેમના શોખ ને કારણે આજના સમયમાં વિજયભાઈ મોટા બંગલા ની અંદર માત્ર એકલા રહે છે.
સમગ્ર દેશની અંદર વિજયભાઈ જેવા દરેક લોકો હોય તો કોઈ પણ ગાય શહેર અથવા તો ગામડાના રસ્તાઓ પર જોવા મળશે નહીં. આજના સમયમાં ગાયને બચાવવાની જરૂર છે અને ગાયોની સેવા કરવાની પણ જરૂર છે. ઘણી વખત આપણે ગાયને માતા સમાન માનીએ છીએ પરંતુ અમુક એવી પરિસ્થિતિ હોય છે કે જેને જોઈને ખૂબ જ દુઃખ લાગતું હોય છે અને વિજયભાઈ ની ગાય પ્રત્યેની આવી ભક્તિ અને પ્રેમને દિલથી સલામ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment