આપ સૌ જાણો જ છો કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે. જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે.
જ્યારે ઘણા લોકો ઘણી કીમતી વસ્તુઓ અયોધ્યા મંદિરને દાનમાં આપી રહ્યા છે. ત્યારે મેરઠના એક બિઝનેસમેને રામ મંદિર માટે સુવર્ણ નેકલેસ તૈયાર કર્યા છે. જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
વાત કરે તો, મેરઠના સોની અને હીરાના વેપારી એવા વિપુલભાઈ સિંગલ નામના વેપારી દ્વારા આ અનોખી જ્વેલરી બનાવવામાં આવી છે. વિપુલભાઈ તેમની જ્વેલરી વર્કશોપમાં આ અયોધ્યા રામ મંદિરનું મોડેલ તૈયાર કરાવ્યું છે.
જેમાં 50 ગ્રામ થી પણ વધારે સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખું મંદિર સોનુ અને ચાંદીનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ અનોખું મંદિર બનાવવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.
જેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત તેમને જય સિયારામ લખેલું પેન્ડલ પણ બનાવ્યું છે. જેમાં 40 ગ્રામ જેટલું સોનુ વપરાયું છે અને જેની કિંમત અંદાજે ત્રણ ચાર લાખ રૂપિયા છે.
આ ઉપરાંત પ્રભુ શ્રીરામની તસવીર વારી એક ડાયમંડ રીંગ પણ બનાવવામાં આવી છે. જેની કિંમત 52 હજાર રૂપિયા કરતા પણ વધારે છે. આ તમામ વસ્તુઓના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment