આપણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોના જીવન વિશે સાંભળ્યું હશે. જેવો પોતાની લાખો રૂપિયાની નોકરી મૂકીને ખેતી કરવાનું નક્કી કરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ. આ વ્યક્તિએ એપલ કંપનીની લાખો રૂપિયાની નોકરી મૂકીને ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી.
તો ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે. વાત કરીએ તો, મનીષ શર્મા નામનો વ્યક્તિ એપલ કંપનીમાં કામ કરતો હતો અને તેનો વાર્ષિક પગાર 72 લાખ રૂપિયા હતો. આટલી સારી આવક હોવા છતાં પણ મનીષ શર્માએ પોતાની આ નોકરી છોડી દીધી હતી અને પોતાના ગામમાં જઈને ખેતી કરવાનું વિચાર્યું હતું.
મનીષે જણાવ્યું કે, કોરોનાની મહામારી દરમિયાન તેમને વિચાર્યું કે મારે મારા માતા-પિતાની સેવા કરવી છે. પછી મનીષે ઓર્ગેનિક ખેતી કરવાનું પણ નક્કી કર્યું અને પોતાના ગામ પાછો ફર્યો હતો.
ત્યારબાદ મનીષે પોતાની લાખો રૂપિયા વાળી નોકરી છોડી દીધી હતી અને પોતાના માતા-પિતા પાસે આવી ગયો હતો અને અહીં તે ખેતી કરતો હતો. પછી મનીષે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી અને આ ઉપરાંત તે આસપાસના વિસ્તારોના ખેડૂતોને જૈવિક ખેતીની તાલીમ આપવાનું પણ શરૂ કર્યું.
મનીષનો ઉદ્દેશ માત્ર નફો કમાવવાનો નહીં. પરંતુ દરેક લોકોને એક સારી એવી આવક મળે તેનો છે. જે મનીષ અલગ અલગ પાકની ખેતી કરી રહ્યો છે. ખેતીમાંથી લગભગ બે વર્ષમાં મનીષે 20 લાખ રૂપિયા ની કમાણી કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment