મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે, માં મોગલના પરચા અપરંપાર છે. તમે સૌ કોઈ લોકોએ કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે તો સાંભળ્યું જ હશે. અહીં આવતા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આટલા જ માટે માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે.
માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. જો માં મોગલ પર સાચા મનથી આસ્થા અને શ્રદ્ધા રાખો તો માતાજી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
વાત કરીએ તો એક ભાઈના ઘરેથી અચાનક જ 11 તોલાના સોનાના દાગીના ગુમ થઈ ગયા હતા. પરિવારના સભ્યો દ્વારા સોનાના દાગીના ગોતવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ, કોઈને દાગીના મળ્યા નહીં. અંતે પરિવાર દ્વારા માં મોગલ પર વિશ્વાસ રાખીને માતાજીની માનતા માનવામાં આવી અને કહ્યું કે જો તેમના સોનાના દાગીના મળી જશે તો તેઓ માં મોગલમાં ચરણમાં 30,000 રૂપિયા અર્પણ કરશે.
માનતા માની અને તેના થોડાક જ દિવસોમાં પરિવારના સભ્યોને માં મોગલના આશીર્વાદથી 11 તોલાના સોનાના દાગીના મળી ગયા. સોનાના દાગીના મળી જતા જ પરિવારના સભ્યો ખૂબ જ રાજી થઈ ગયા હતા અને તેમના ખુશીનો પાર ન રહ્યો. બાદમાં પરિવારના સભ્યો પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચી આવ્યા હતા.
અહીં તેમણે માં મોગલના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે, તમારે શેની માનતા હતી. ત્યારે પરિવારના સભ્યો દ્વારા જવાબ આપતા જણાવવામાં આવ્યું કે, તેમના સોનાના દાગીના ખોવાઈ ગયા હતા તે મળી ગયા છે. એટલે માં મોગલના ચરણમાં 30,000 રૂપિયા ચડાવવાની માનતા હતી.
ત્યારબાદ મણીધર બાપુએ તેમની પાસેથી 30,000 રૂપિયા લઈ લીધા અને બાદમાં તેમાં એક રૂપિયો ઉમેરીને તે રૂપિયા તેમને પરત આપી દીધા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોને જણાવ્યું કે, આ કોઈ ચમત્કાર નથી. પરંતુ, માં મોગલ પ્રત્યે તમારો વિશ્વાસ અને પ્રેમ છે. આ પૈસા તારી દીકરીઓને આપી દેજે એટલે માં મોગલ રાજી રહેશે.