આ નેતાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી રજૂઆત, નીતિન પટેલે રાજીનામું આપવું જોઈએ અને રાજ્યમાં લોકડાઉન લગાવવું જોઈએ.

Published on: 4:31 pm, Tue, 13 April 21

રાજ્યમાં કોરોનાની મહામારી ખુબ જ બેકાબૂ બની ગઈ છે. તેવામાં એનસીપીના પ્રમુખ જયંત બોસકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખ્યો. તેમણે પત્રમાં લખ્યું હતું કે હતા જતા કોરોના કેસની કાબુમાં લાવવા માટે માત્ર એક જ વિકલ્પ છે જે છે લૉકડાઉન.

આ ઉપરાંત પત્રમાં લખ્યું હતું કે સતત કોરોના કેસ વધવા પાછળ સરકારનો મોટો છે. સરકારની બેદરકારીના લીધે કોરોના કેસ વધી રહ્યા છે. તેમને કહ્યું હતું કે પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન પણ નથી મળતા હોવાથી તેના કારણે કેટલાય લોકોના મોત થયા છે.

કલાકાર તેમને કહ્યું કે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજીનામું આપવું જોઈએ. રાજ્યમાં એક દિવસમાં કોરોના કેસનો આંકડો 6 હજારને પાર પહોંચી ગયો છે.

અને કોરોના માંથી રિકવરી મેળવનાર દર્દી નો આંકડો 2854 અને પહોંચ્યો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના ના કારણે 55 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાલ રાત્રે એક જ કલાકમાં 45 એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને હોસ્પિટલ આવી હતી.

તેના કારણે હોસ્પિટલનો કેમ્પસ ફૂલ થઇ ગયો હતો. ડોક્ટર જેવી મોદીએ જણાવ્યું કે હોસ્પિટલમાં 2008 દર્દીઓને રાખવામાં આવ્યા છે. અને હોસ્પિટલના કેમ્પસમાં 108ની લાંબી લાઈન લાગી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ નેતાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી રજૂઆત, નીતિન પટેલે રાજીનામું આપવું જોઈએ અને રાજ્યમાં લોકડાઉન લગાવવું જોઈએ."

Leave a comment

Your email address will not be published.


*