આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા ચોકાવનારા કિસ્સાઓ સાંભળતા હશો. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેને પોતાની એક કરોડ રૂપિયાની સંપત્તિ હનુમાન મંદિરમાં દાનમાં આપી દીધી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા કોઈ મોટી બિઝનેસમેન નથી પરંતુ તે એક સામાન્ય શિક્ષિકા છે. તમને પણ વિચાર આવતો હશે કે તો શા માટે આ મહિલાએ પોતાની બધી સંપત્તિ હનુમાન મંદિરમાં દાન કરી દીધી.
તો ચાલો જાણીએ મહિલાના દાન કરવા પાછળનું કારણ. મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક મહિલા શિક્ષિકાએ હનુમાન મંદિરના નામે લગભગ એક કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી છે. સૌપ્રથમ મહિલા શિક્ષિકાએ પોતાના બંને દીકરાઓને સંપત્તિનો હિસ્સો આપી દીધો અને ત્યારબાદ તેના ભાગમાં આવેલી બધી સંપત્તિ તેને મંદિરમાં દાનમાં આપી છે.
આ મહિલા શિક્ષિકાનું નામ શિવ કુમારી છે. તેમના આ કાર્યની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં ચારેબાજુ ચાલી રહી છે. શિવ કુમારી વિજયપુર વિસ્તારના ખેતરપાળ ગામની સરકારી શાળામાં બાળકોને ભણાવે છે. તેમને વાતચીત કરતા જણાવ્યું કે, મારે બે બાળકો છે. મેં મારા બંને બાળકોને સંપત્તિનો હિસ્સો આપ્યો છે.
મારા હિસ્સામાં આવેલી મિલકત, મકાન અને બેંક બેલેન્સ સહિતની મિલકત મેં મારી મરજીથી છીમછીમા હનુમાન મંદિર ટ્રસ્ટના નામે કરી દીધી છે. શિવ કુમારી પોતાની વસિયતમાં લખ્યું છે કે, મારા મૃત્યુ બાદ મારું ઘર અને મારી તમામ મિલકત મંદિર ટ્રસ્ટની રહેશે. વધુમાં તેમને લખ્યું કે જીવન વીમા પોલિસી માંથી મળેલી રકમ, સોનુ-ચાંદી અને મારું બેંક બેલેન્સ પણ મંદિર ટ્રસ્ટનું રહેશે.
શિવ કુમારીએ અપીલ કરતાં જણાવ્યું કે, મારા મૃત્યુ બાદ મંદિરના ટ્રસ્ટ લોકો દ્વારા મારી અંતિમવિધિ કરવામાં આવે. મિત્રો તમને જણાવી દઈએ કે શિવ કુમારીની મિલકત કરોડો રૂપિયામાં છે. તેમના મૃત્યુ બાદ આ બધી મિલકત મંદિર ટ્રસ્ટની રહેશે.
શિવ કુમારીએ પોતાની બધી મિલકત શા માટે દાન કરી દીધી તેના વિશે વાત કરતા જણાવ્યું કે, હું બાળપણથી જ ભગવાનની પૂજા કરતી આવી છું. હું મારા પતિ અને બંને બાળકોના વર્તનથી ખૂબ જ દુઃખી છું. તેને જણાવ્યું કે મારો એક પુત્ર તો ગુનાહિત સ્વભાવનો છે. તેના પતિનું વર્ધન પણ કંઈ યોગ્ય નથી. આ કારણોસર શિવ કુમારીએ પોતાની બધી મિલકત મંદિર ટ્રસ્ટમાં દાન કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment