આજે અમે તમને સારંગપુર મંદિર ના 172 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે. કષ્ટભંજન દેવ સોનાના સિંહાસન પર બેસીને પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે.
કહેવામાં આવે છે કે કષ્ટભંજન મંદિરમાં આવનારા દરેક ભક્તોની તકલીફો કષ્ટભંજન દાદા દૂર કરે છે. આ મંદિરમાં પગ મૂકવાની સાથે જ તમારા દરેક સંકટો દૂર થાય છે અને શનિના દોષથી છુટકારો મળે છે.
કષ્ટભંજન હનુમાન દાદા ના પરચા આજે પણ લોકોને મળે છે. ગુજરાતના ખોબા જેવડા ગામ સાળંગપુરમાં વિશ્વ વિખ્યાત હનુમાનદાદાનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નાખવામાં આવ્યો હતો.
ગોપાળાનંદ સ્વામી દ્વારા આ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. આ મંદિર ભૂત-પ્રેતના નિવારણ માટે ખૂબ જ વિશ્વ પ્રખ્યાત છે. જો કોઈ વ્યક્તિ પર નકારાત્મક શક્તિઓની અસર હોય તો કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માત્રથી જ નકારાત્મક શક્તિઓથી છુટકારો મળે છે.
હનુમાન જયંતીના દિવસે સાળંગપુર મંદિરમાં એક અનોખું આયોજન કરવામાં આવતું હતું. મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં કોઈપણ ભક્ત વગર હનુમાન જયંતિ ની આરતી કરવામાં આવી હતી.
કોરોના મહામારી ના કારણે મંદિરના સંતો દ્વારા જ આરતી અને પૂજા પાઠ કરવામાં આવ્યો હતો. હનુમાન જયંતી દરમિયાન રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ હતી માટે કોઈપણ ભક્ત હનુમાન જયંતી દરમિયાન હાજર રહી શક્યું ન હતું. મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં ભક્તો વગર હનુમાન જયંતિ ની પૂજા અને આરતી કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment