કોવિડ 19 સંક્રમણ નિયંત્રણ સારવારના અદ્યતન સાધનો મશીનરી ખરીદવા માટે દરેક ધારાસભ્ય એ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ફરજીયાત ફાળવવાના રહેશે. મહામારી દરમિયાન સારવાર માટે ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા ફાળવવાના રહેશે.
અને સારવાર માટેના સાધનો દવાઓ ખરીદવા ગ્રાન્ટ ફાળવવાની રહેશે. આ ગ્રાન્ટ સરકારી હોસ્પિટલમાં સાધનો માટે ફાળવવામાં આવશે. ધારાસભ્યોના મતવિસ્તારની જિલ્લા સિવિલ હોસ્પિટલ.
સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માટે પણ કોવિડ 19 સંક્રમણ નિયંત્રણ સારવાર સાધનસામગ્રી માટે ગ્રાન્ટ વાપરી શકશે. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, સેવાભાવથી અને નહિ નફો નહિ નુકસાનના ધોરણે ચાલતી હોય.
તેવી હોસ્પિટલ માટે પણ કોવિડ 19 ની સ્થિતિમાં 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટ ના ફાળા વિના ધારાસભ્યોને ગ્રાન્ટમાંથી સાધન સામગ્રીની ખરીદી થઈ શકશે.મહામારી વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દર્દીને RTPCR રિપોર્ટ વગર પણ સારવાર અપાશે. કોવિડ ના લક્ષણો ધરાવતા દર્દીને પણ દાખલ કરવા પડશે.RTPCR રિપોર્ટ વિના પણ દર્દીઓને દાખલ થઈ શકશે. મહત્વનું છે કે, IMA ગુજરાત સ્ટેટ કો-ઓર્ડીનેટર ડોક્ટર મુકેશ એ ગુજરાતના લોકોને મહત્વની અપીલ કરી છે અને ગુજરાતની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ ન કરાવવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment