નાના એવા નેહડામા ભેંસો ચરાવતા રાજભા ગઢવી આવી રીતે બન્યા લોક સાહિત્યકાર..! જાણો રાજભા ગઢવી વિશે ન સાંભળેલી વાતો…

મિત્રો હાલમાં તો ગુજરાતી લોકસાહિત્યકાર દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયા છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે. ગુજરાતના તમામ ગુજરાતી લોકસાહિત્યકારએ ગુજરાતી સંગીતને એક અલગ ઊંચાઈ સુધી પહોંચાડી દીધું છે. જેની પાછળ ઘણા ગુજરાતી કલાકારોનો હાથ છે.

તો ત્યારે આજે આપણે લોકસાહિત્યકાર અને ડાયરા કિંગ રાજભા ગઢવી વિષય વાતો કરવાના છીએ. મિત્રો રાજભા ગઢવી નું નામ તો તમે બધાએ સાંભળ્યું હશે. રાજભા ગઢવીના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. રાજભા ગઢવીએ પોતાના સુંદર અવાજ ના કારણે અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી છે.

લોકો રાજભા ગઢવીને ગીરના સાવજ અને રાજો ચારણના નામેથી પણ બોલાવે છે. રાજભા ગઢવી હંમેશા પોતાના ડાયરામાં આપણા સાહિત્યની અને આપણી સંસ્કૃતિની વાતો કરે છે અને લોકોને તેમની આ વાત ખૂબ જ ગમે છે. રાજભા ગઢવી ના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ અમરેલી જિલ્લાના કનકાઈ બાણેજમાં ગીર લીલાપાણીના નેશમાં થયો હતો.

મિત્રો રાજભા ગઢવીએ કોઈપણ પ્રકારનો અભ્યાસ મેળવ્યો નથી. પરંતુ પોતાની આવડતથી રાજભા ગઢવી એક સારા લોકસાહિત્યકાર, કવિ અને ગીતના રચયિતા પણ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજભા ગઢવીએ અનેક ગીતો લખ્યા છે. તેમને લખેલા અનેક ગીતો અન્ય કલાકારો ગાતા જોવા મળે છે.

રાજભા ગઢવીના બાળપણની વાત કરીએ તો તેઓ ગીરના જંગલમાં કુદરતના ખોળે મોટા થયા છે. રાજભા ગઢવીની વાણી અને તેમના બુલંદ અવાજના તો અનેક લોકો દિવાના છે. બાળપણમાં ગાયો-ભેંસો ચરાવતા રાજભા ગઢવી રેડિયો પર ભજન સાંભળતા હતા અને ગીત ગાતા હતા. પહેલી વખત રાજભા ગઢવીને સતાધાર ગામ પાસેના રામપરા ગામમાં એક કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા.

અહીં બોલાવવામાં આવેલા અન્ય સિંગરો મોડા પડ્યા ત્યારે રાજભા ગઢવીને પહેલી વખત સ્ટેજ પર ચડવાનો મોકો મળ્યો હતો. ત્યાર પછી તો રાજભા ગઢવીએ પોતાના બુલંદ અવાજથી ત્યાં એક અનોખી રમઝટ બોલાવી દીધી હતી. ત્યાર પછી તો રાજભા ગઢવીને ગામના અનેક કાર્યક્રમોમાં જવાનો મોકો મળ્યો અને ત્યાર પછી રાજભા ગઢવી સફળતાનો શિખર ચડી ગયા. હાલમાં રાજભા ગઢવીના પરિવારમાં તેમના માતા પિતા તેમની પત્ની ઉપરાંત એક દીકરો અને બે દીકરીઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*