ગુજરાત રાજ્યના રેશનકાર્ડ ધારકોને રાજ્યની રૂપાણી સરકારે આપી આ મોટી ભેટ.

Published on: 5:35 pm, Thu, 21 January 21

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેશનકાર્ડ ધારકોને લઈને મોટી એક જાહેરાત કરી હતી. રાજ્યની રૂપાણી સરકારે રાશન કાર્ડધારકોને મોટી ભેટ આપી છે. રાજ્યની રૂપાણી સરકારની જાહેરાત અંતર્ગત ગુજરાતમાં એન.એફ.એસ એ.

રેશનકાર્ડ ધારકોને એક કીલો ચણા દાળ વિનામૂલ્યે આપવામાં આવશે.ગુજરાત રાજ્યના કોઈ રાશન કાર્ડ ધારકો પાસે જુનુ રાશનકાર્ડ હશે અને તેમાં આ NFSA નો સિક્કો લાગ્યો હશે તો તેને આ લાભ મળશે.

રાજ્યની રૂપાણી સરકાર ની આ જાહેરાત થી રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યની રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવતી આ જાહેરાત મુજબ રાજ્યના 69.42 લાખ રેશનકાર્ડ ધારકોને તેનો લાભ મળશે.

રૂપાણી સરકારની જાહેરાત મુજબ આ લાભ ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવશે અને ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ વિતરણ સાથે જ આ એક કીલો ચણા દાળ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે.આ યોજના અંતર્ગત એન.એફ.એસ.એ રાશન કાર્ડધારકોને આવતા મહિને એટલે કે.

ફેબ્રુઆરી મહિનાથી એક કીલો ચણા દાળ વિનામૂલ્યે આપવામાં આવશે.ફેબ્રુઆરી મહિનામાં જ્યારે એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારક રેગ્યુલર અનાજ લેવા જાય ત્યારે તેને એક કીલો ચણા દાળ વિનામૂલ્યે લાવવાની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!